Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છમાં ફરી વરસાદી માહોલ : માંડવી - મુંદરામાં અડધો ઈંચ

- ભારે ૫વન સાથે ઠેરઠેર વરસ્યા હળવા ઝાપટા

- અંજારમાં ૮ મીમી : ભુજ, અબડાસા, લખપત, ભચાઉ, રાપરમાં છાંટા

ભુજ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

છેલ્લા એકાદ સપ્તાહથી તડકી - છાંયડી વાળા માહોલ વચ્ચે ગઈકાલથી ફરી કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દિવસભર ઉકળાટ વચ્ચે આજે ભારે પવન સાથે ઠેરઠેર હળવા ઝાપટા વરસ્યા હતા. મુંદરામાં ૧૨ મીમી, માંડવીમાં ૧૦ મીમી, અંજારમાં ૮મીમી વરસાદ સાથે જિલ્લાભરમાં ક્યાંક ઝરમરિયા, તો ક્યાંક વાંછટરૃપે વરસાદે હાજરી પુરાવી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં હળવાથી મધ્યમવરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કચ્છમાં તા.૯થી ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગત બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે ગઈકાલ મોડી રાતથી વિવિધ સૃથળે ઝાપટા વરસ્યા હતા. આજે સવારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદે નોંધપાત્ર હાજરી પુરાવી હતી. માંડવીમાં વહેલી સવારે ૪.૩૦ વાગ્યે હળવા ઝાપટારૃપે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

તાલુકાના મોટાભાગના વિસ્તારમાં દિવસભર છાંટા વરસ્યા હતા. મુંદરા તાલુકાના ગામોમાં પણ ૧૨ મીમી વરસાદ નોંધાયો હતો. છેલ્લા પંદરેક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેતીવિષયક કામોમાં ઝડપ આવી હતી. ગઈકાલથી ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં રાજીપો વ્યાપી ગયો હતો. અંજારમાં સવારે ૧૧ વાગ્યા આસપાસ ભારે પવન સાથે ઝાપટું વરસ્યું હતું.

તાલુકાભરના ગામોમાં હળવા ઝાપટા અને ઝરમરિયા વરસ્યા હતા. દિવસભર તડકી- છાંયડી વાળો માહોલ રહ્યો હતો. હળવા વરસાદને કારણે ગામોના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

Post Comments