Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંજાર તાલુકામાં વીજચોરોને રૃા. ૬.૦૯ લાખનો દંડ ફટકારાયો

- પુર્વ કચ્છ જિલ્લામાં વીજ ચોરીને ડામવા ચેકીંગ ઝુંબેશ

- ૭૫ વીજ કનેકશનોમાં ગેરરિતી ઝડપાઈ

ભુજ,તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

પુર્વ કચ્છ જીલ્લામાં વિજળીના વિતરણ સામે વધુ ખાધ આવી રહી છે, જેના પગલે બીલની આવકમાં ઘટ આવતી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અંજાર તાલુકામાં દરોડા દરમિયાન ૭૫ કનેકશનોમાં ગેરરીતી પકડાતા રૃા. ૬.૦૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે પીજીવીસીએલના સુત્રોએ જણાવ્યું હતું કે,  પુર્વ કચ્છના મુખ્ય મથક અંજાર તાલુકામાં પીજીવીસીએલની દ્વારા વીજચેકીંગ શરૃ કરવામાં આવી છે. વિજીલન્સની ૨૭ ટુકડીઓ ત્રાટકી હતી. કુલ ૫૦૨ વાણિજય હેતુ, દુકાનો, રહેઠાંણના મકાનો, વાડી વિસ્તારના કનેકશનો ચેક કર્યા હતા. જેમાંથી ૭૫ કનેકશનોમાં ગેરરીતી પકડાઈ હતી. તેઓને રૃા.૬.૦૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી એક સપ્તાહ સુધી હજુ પણ વધુ ચેકીંગ તેજ કરવામાં આવશે. ઓધોગીક વિસ્તારોની ચેકીંગ પણ હાથધરાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. આ ચેકીંગના પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Post Comments