Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોલીસનો ધાક મજબુત કરવાનો પ્રયાસ ગાંધીધામમાં દાદાગીરી કરતા શખ્સનું સરઘસ કાઢતી પોલીસ

- લૂંટના બનાવમાં ઝડપાયેલા શખ્સને સબક શિખવી અન્ય અસામાજિકોમાં દાખલો બેસાડવા ઉઠક-બેઠક કરાવી

ગાંધીધામ,તા.૧૧ જુલાઈ 2018, બુધવાર

ગાંધીધામ તાલુકામાં ચોરી અને લૂંટના બનાવો અટકી રહ્યા નથી. તેવામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે ં એક પરપ્રાંતીય યુવાનને છરી મારી ત્રણ હજારની લૂંટના પ્રકરણમાં ઝડપાયેલા એક માથાભારે શખ્સને પોલીસે પકડી પાડયો હતો. પોલીસે આ શખ્સનું જાહેરમાં સરઘસ કાઢી બજારમાં ઉઠક-બેઠક કરાવી આવારાતત્વો ઉપર ધાક બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં વર્ષો બાદ પોલીસની આવી કાર્યવાહીથી વેપારીઓમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ગાંધીધામના રેલવે સ્ટેશન સામે ઓવરબ્રીજ નીચે મંગળવારે સવારે લૂંટનો બનાવ બન્યો  હતો. ફરિયાદી રામા પતન બાઉઆસા (ઉ.વ.૩૨,મુળ બિહાર.હાલે મુન્દ્રા)ને સીદીક નામના શખ્સે છરી મારી રોકડ રકમ ત્રણ હજારની લૂંટ કરી હતી. પોલીસે આરોપી સીદીક જુમા ચાવડા (કિડાણા)ની ધરપકડ કરી હતી. આ શખ્સ માથાભારે છાપ ધરાવતો હતો. તેવામાં એડીવીજન પોલીસે આ સીદીકને ગાંધીધામની મુખ્ય બજાર અને ભારતનગર બજારમાં સરઘસ  કાઢ્યું હતું.

બજારમાં ઉઠક-બેઠક પણ કરાવી હતી. પોલીસે લુખ્ખાગીરી કરતા તત્વોને ઈશારામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીધામમાં વર્ષોથી આવી રીતે કોઈ ગુન્હેગારને સબક શિખવવામાં આવ્યો નથી. અનેક લુખ્ખાઓનો ત્રાસ દિવસો-દિવસ વધી રહ્યો હતોે. ત્યારે આવી પ્રવૃતિ ચાલુ રહે તે જરૃરી છે.

હવે ભારતનગરના લુખ્ખા તત્વોને પકડો

શહેરના ભારતનગરની મુખ્ય બજારમાં વર્ષોથી અસામાજીક તત્વોનો વેપારીઓને ત્રાસ છે. વેપારીઓ લેખીતમાં નામ જોગ આવા તત્વોની અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતા આ તત્વોની લુખ્ખાગીરી ઓછી થઈ નથી. તેવામાં ભારતનગરમાં પણ આવી રીતે લુખ્ખાગીરી કરતા તત્વોનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તે જરૃરી હોવાનું વેપારીઓ માની રહ્યા છે.

Post Comments