Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૧૪ જાન્યુઆરીના રોજ ઉતરાયણ નથી પરંતુ મકરસંક્રાતિ છે!!

- જાણકાર લોકો પણ ઉતરાયણ અને મકરસંક્રાતિ અલગ બાબતો છે તે સમજી શકતા નથી

- ભુજમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વાર્તાલાપ યોજાયો

આશરે ૧૭૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉતરાયણ એક જ દિવસે આવતા હતા એટલે સુર્યનું મકર વ્રત ઉપર આવવુ અને સુર્યનું મકર રાશિમાં પ્રવેશવુ એ બંને ઘટના ૨૧ ડિસેમ્બરના બનતી હતી
ભુજ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

૧૪ જાન્યુઆરીના રોજ ઉતરાયણ નથી પરંતુ મકરસંક્રાતિ છે! પરંતુ મકરસંક્રાતિ છે!! શું  છે તેની હકીકત? જિલ્લા લોક વિજ્ઞાાન કેન્દ્ર દ્વારા વાર્તાલાપ યોજાયો હતો. જિલ્લા લોક વિજ્ઞાાન કેન્દ્ર દ્વારા જાહેર જનતા તેમજ વિદ્યાર્થીઓ માટે દર રવિવારે યોજાતા જ્ઞાાન વર્ધક કાર્યક્રમોની શૃંખલામાં ગત રવિવારે સાચી ઉતરાયણ કયારે? ઉતરાયણનું ખગોળીયુ મહત્વ વિષય ઉપર યાજ્ઞાવલ્કય જોષીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.

શરૃઆતમાં વિજ્ઞાાન કેન્દ્રના સી.સી.સી.(મુખ્ય સંયોજક) નરેન્દ્ર ગોર સાથે પ્રસંગ પરિચય કરતા જણાવ્યુ કે કેટલીક માન્યતાઓ કે સાચી નથી તે આપણા મનમાં એટલી રૃઢ થઈ ગઈ છે કે આજે જાણકાર લોકો પણ ઉતરાયણ અને મકરસંક્રાતિ અલગ બાબતો છે તે સમજી શકતા નથી અને બંનેને એક જ માનતા હોય છે ત્યારે આવા વાર્તાલાપની પ્રાંસગિકતા વધી જાય છે.

વકતવ્યની શરૃઆત કરતા યાજ્ઞાવલ્કય જોશીએ પૃથ્વીની ધરીના નમનને કારણે સૂર્યની ઉતર તરફની અને દક્ષિણ તરફી ગતિની વિગતો સમજાવી હતી. જયારે સૂર્ય પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા મકર વૃત તરફની ગતિ પૂર્ણ કરી ઉતર તરફ ગતિ કરવાનું શરૃ કરે ત્યારે એટલે કે ૨૧ ડીસેમ્બરના ઉતરાયણ થાય છે જો ઉતરાયણની ઉજવણી કરવી હોય તો તે દિવસે કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યુ હતુ. આ દિવસે ઉતર ગોળાર્ધમાં લાંબામાં લાંબી રાત અને ટુંકામાં ટુંકો દિવસ હોય છે ત્યારબાદ દિવસ લાંબો થવાની શરૃઆત થાય છે. આ ખગોળીય ઘટનાની ઉજવણી ઉતરાયણ તરીકે થતી હતી.

આજથી આશરે ૧૭૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉતરાયણ એક જ દિવસે આવતા હતા એટલે સુર્યનું મકર વ્રત ઉપર આવવુ અને સુર્યનું મકર રાશિમાં પ્રવેશવુ એ બંને ઘટના ૨૧ ડિસેમ્બરના બનતી હતી અને બંને તહેવારો એક જ દિવસે ઉજવાતા હતા. કાળક્રમે પૃથ્વીની અયન ગતિને કારણે ઉતરાયણ તો તે જ દિવસે રહી પરંતુ મકરસંક્રાતિ દર ૭૨ વર્ષે એક દિવસ આગળ ખસતી ગઈ. આ તફાવત હવે ૨૪ દિવસનો થઈ ગયો છે. ભવિષ્યમાં એવુ પણ બની શકે કે વર્ષા ઋતુમાં મકરસંક્રાતિ આવશે અને આપણે પતંગ પણ ચગાવી શકીશું નહિં. કાર્યક્રમમાં કચ્છ જયોતિષ મંડળના વિદ્યાન જયોતિષીઓએ વધતા તફાવતના ઉકેલ માટે કોઈ સર્વ સંમત વિકલ્પ વિચારવો જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો.
 

Post Comments