Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિદેશી દારૃના કેસમાં પાંચ આરોપીઓના બે દિવસના રિમાન્ડ

- આ કેસનો મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસ માટે પડકાર ઃ મધ્યપ્રદેશમાંથી દારૃ લવાયો હતો

- ઊંઝાના કહોડા નજીકથીઝડપાયેલા

ઊંઝા, તા. ૧૦

ઊંઝા તાલુકાના કહોડા નજીક હાઈવે ઉપરથી ઝડપાયેલ ૩૮૦૦૦ નંગ બોટલ ઈંગ્લીશ દારૃ તથા બિયર સહિત ૫૩ લાખના મુદ્દામાલના કેસમાં સઘન તપાસ માટે પાંચ આરોપીઓને બે દિવસના રિમાન્ડ ઊંઝા કોર્ટે આપતા પોલીસે ધમધમાટ શરૃ કર્યો છે. જોકે આ કેસનો મુખ્ય સૂત્રધાર ઊંઝાની શ્રીપાલ સોસાયટીમાં રહેતો ભૈરારામ વાઘારામ બિશ્નોઈ ફરાર હોવાથી પોલીસ માટે પડકાર ઉભો થયો છે.

ઊંઝા તાલુકાના કહોડા નજીક હાઈવે ઉપરથી ઝડપાયેલી ટ્રકમાંથી ખુબજ મોટા જથ્થામાં ૫૯૮ પેટી ઈંગ્લીશ દારૃની તેમજ ૩૮૯ પેટી બિયરની પેટીઓ સહિત ૩૮ લાખનો વિદેશી દારૃ ઝડપાતા આ કેસમાં હવે અનેક રહસ્યો ઉભા થયા છે. ઉપરોક્ત દારૃનો માલ આરોપી શાકીર અજમલ મનસુરી (રહે. ધાર, મધ્યપ્રદેશ) વાળાએ પોતાની ટ્રકમાં ઈન્દોરથી ખંડવા રોડ ઉપર ૪૦ કિ.મી. દુર બલવાડા ગામે આવેલા એક ઠેકા ઉપરથી ભરીને લાવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.

આ કેસમાં ઝડપાયેલા અન્ય આરોપીઓ બુધારામ નેનારામ બિશ્નોઈ (રહે. ઝાલોર, રાજસ્થાન), ગોલુ પન્નાલાલ રાઠોડ (રહે. ઈન્દોર), હનુમાનરામ રામચંદ્રજી બિશ્નોઈ (રહે. ઝાલોર, રાજસ્થાન)ની સાથે સાથે બિલીયાનો સ્થાનિક રહેવાસી હરેશકુમાર વિરમભાઈ પટેલની વધુ પુછપરછ સઘન તપાસ માટે ઊંઝા પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેના સંદર્ભે ઊંઝા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરેલ છે.

આ કેસમાં મોટા જથ્થામાં ઝડપાયેલ દારૃ જોતા મધ્યપ્રદેશથી કેટલો દારૃ ગુજરાતમાં સપ્લાય છે અને આ ૩૮ લાખનો દારૃનો માલ ઉત્તર ગુજરાતમાં ક્યાં જવાનો હતો ? તે બાબતે સઘન તપાસ પીએસઆઈ નાયક ચલાવી રહ્યા છે.

પુનાસણ ગામ પાસેથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ
મહેસાણા, તા. ૧૦

મહેસાણાના પુનાસણ ગામ પાસેથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરાતા ચકચાર મચી છે. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પુનાસણ ગામ પાસેથી રવિવારે એક સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરાયું હતું. આ મામલે સગીરાના પિતાએ એક શકદાર યુવક સામે મંગળવારે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

Post Comments