Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિમા આચાર્યના કૌટુંબિક વેવાણ ખૂદના મકાનમાં જુગાર રમતા પકડાયા !

- ગાંધીધામમાં પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા જુગારીઓની કરી ધરપડક

- એક મહિલા અને પુરુષ આપીઓ ભાગી ગયા:આરોપીઓના કબ્જામાંથી ૨૪ હજારની રોકડ જપ્ત

ગાંધીધામ,તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ધારાસભ્ય નિમા આચાર્યને હજુ સોમવારે જ મોરબીની કોર્ટે એક વર્ષની સજા ફટકારી હતી. તેવામાં ભુજના ધારાસભ્યના કૌટુંબીક વેવાણના ગાંધીધામ ખાતે આવેલા રહેણાંક મકાનમાં પોલીસ દરોડો પાડી જુગારની મહેફીલ પકડી પાડી હતી. મકાન માલિક મહિલા આરોપી સહિત ત્રણ મહિલા પકડાઈ હતી જ્યારે એક મહિલા અને પુરુષ ભાગી ગયા હતા.

આ અંગે ગાંધીધામ એ ડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે, શહેરના ગુરૃકુળ વોર્ડ૧૦/એના સિન્ધુ વર્ષાના પ્લોટ નં. ૨૩૬ બ્લોક-૯ ખાતે રહેતા આરોપી જયશ્રી દિલીપ ઢાલાણી (ઉ.વ.૫૦)ના મકાનમાં જુગાર રમાતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. મકાનમાં માલિક જયશ્રી ઢાલનીની સાથે નલીના અશોકકુમાર લાચંદાની (ઉ.વ.૬૫, પ્લોટનં.૧૬૭,ગુરૃકુળ વોર્ડ૭/બી,ગાંધીધામ) તથા માકબાઈ કરશન ગઢવી (ઉ.વ.૪૦,નવી સુંદરપુરી,આહિરવાસ, ગાંધીધામ) જુગાર રમી રહ્યા હતા. તેઓને પોલીસે પકડી પાડયા હતા.

તો જુગાર રમી રહેલી અન્ય મહિલાઓ જાનવી ઉર્ફે ગુડ્ડી (આદિપુર) તથા રજાક આગરીયા (ગાંધીધામ) નામના બન્ને આરોપીઓ ભાગી ગયા હતા. પકડાયેલા આરોપીઓના કબ્જામાંથી રોકડા રૃા.૨૪,૧૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા. આ જુગારના કારણે રાજકીય માહોલમાં પણ ચર્ચા ઉઠી હતી. કારણ કે જુગાર રમતા પકડાયેલા જયશ્રી ઢાલાણી નામના આરોપી ધારાસભ્ય નિમા આચાર્ય તથા તેઓના ભત્રીજા તથા પ્રદેશ યુવા ભાજપના કન્વિનર ધવલ આચાર્યના કૌટુંબિક વેવાણ થતા હોવાનું બહાર આવ્યું હતું.

Post Comments