Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંજાર નગરપાલીકા વિકાસની લહાયમાં લીમડાનું નિકંદન કાઢયું

- સવાસર નાકા તળાવની સુધારણાની કામગીરી ગોકળ ગતિએ

- ૭૦ વર્ષથી તળાવની શાન વધારતા ઝાડની ઠેકેદારે આડેધડ કટીંગ કરતા પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી

અંજાર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

અંજારના સવાસર નાકા તળાવની સુધારણાની કામગીરીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, હાલ ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે. તો અંદાજે ૭૦ વર્ષોથી સવાસર નાકાની શાન અને શોભા વધારતા અને ઉનાળામા કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે આશીર્વાદ રૃપ લીમડાનું પાલીકા દ્વારા નિકંદન કાઢી અને વિકાસ કરી રહ્યું છે, વૃક્ષપ્રેમી તથા પર્યાવરણપ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.એક બાજુ સરકાર અને સામાજીક સંસૃથાઓ દ્વારા વૃક્ષ વાવો અભિયાન ચલાવવામાં આવે છે. અને અહીં વૃક્ષોનું નીકંદન કાઢવામાં આવી રહ્યું છે.

અંજાર નગરપાલિકા  વિકાસની લહાયમાં પોતાની અણઆવડત અને વૃક્ષો પ્રત્યેની નફરત છતી કરે છે, દુ:ખદ બાબત તો એ કહેવાય છે કે, શહેરની ઘણી બધી સામાજિક સંસૃથાઓ વૃક્ષછેદન થવા છતાં પણ આંખ આડા કાન કરી રહી છે. અંજાર પાલિકા હંમેશા વિવાદોમા રહેલી હોય છે તેમાં પ્રજાની સુખાકારી માટે સદંતર નિષ્ફળ નીવડી છે થોડા દિવસો પહેલા ઢોરના ત્રાસથી બે વ્યક્તિ મૃત્યુ પામ્યા પણ અખબારી નોટિસ આપી સંતોષ માન્યો તેની સામે આમ પ્રજા પોતાની હૈયા ઠાલવા અંજાર સુધરાઈની ચેમ્બરમાં ફાસો ખાવા સુધીની નોબત આવી પડી છે તેની અગાઉ આખલાના ત્રાસથી કંટાળીને વિપક્ષે આખલાને ચારો ખવડાવસને નગરપાલિકાની ચેમ્બરમાં આખલાને ચારો ખવડાવ્યો હતો ત્યારબાદ પાણી પ્રશ્ને માટલાફોડ થયેલ હતી છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાંથી સત્તાપક્ષ જાગ્યો નથી. હવે વૃક્ષોનું નીકંદન કાઢી રહ્યા છે.
 

Post Comments