Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શિકરા નજીક રૂપિયા ૩૪.૫૮ લાખનો વિદેશી દારૃ ઝડપાયો

- 'કટીંગ' થતું હતું ત્યારે જ પોલીસ પહોંચી ગઈ

- ચાર શખ્સોની ધરપકડ, પાંચ શખ્સો નાસી છૂટયા : ૭૯પ પેટી દારૃ અને છ વાહનો સહિત રૂ.૭૪.૯૭ લાખની મત્તા કબજ

ભુજ, તા.13 જૂન 2018, બુધવાર

ભચાઉ તાલુકાના શિકરા નજીક પોલીસે ૩૪.૫૮ લાખનો ઈંગ્લિશ દારૃનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ બનાવમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાંચ ઈસમો નાસી છુટયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ  પાટણ, બનાસકાંઠા, પૂર્વ કચ્છ ગાંધીધામ અને પશ્ચિમ કચ્છ ભુજ એમ ચાર જિલ્લાઓને સાંકળતી સરહદી બોર્ડર રેન્જના આઈજીપી પિયુષ પટેલના માર્ગદર્શન પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન આર.આર.સેલની ટીમને મળેલી બાતમીના આધારે ભચાઉ તાલુકાના શિકરા ગામની સીમમાં છાપો મારવામાં આવ્યો હતો. જયાં દારૃનું કટીંગ થાય તે પહેલા જ પોલીસે જુદા જુદા બ્રાન્ડની ઈંગ્લિશ દારૃની ૭૯પથી વધુ પેટી પકડી પાડી હતી.

જેની કિંમત અંદાજીત ૩૪.પ૮ લાખ રૃપિયા આંકવામાં આવી હતી. તો ઘટનાસ્થળે પડેલા વાહનોમાં જીપ, બે એસયુવી, બે કાર તથા એક ટ્રક સહિત અંદાજીત ૭પ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો દારૃ સંદર્ભે ચાર શખ્સો મહાદેવ ભચુ રબારી, મયૂરસિંહ અભયસિંહ સોઢા, સુભાષ મોહનલાલ વાળંદ અને રમેશ અરજણ કોળીની ધરપકડ કરવામાં આવી છે.

બનાવમાં ભચાઉના બુટલેગર અશોકસિંહ બાલુભા જાડેજા, કેવલસિંહ પ્રવિણસિંહ ચૌહાણ, રવિરાજસિંહ લાલુભા જાડેજા, ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે શિવમ ભગત જાડેજા નામના ઈસમો નાસી છૂટયા હતા. પોલીસે વાહનો સહિત ૭૪,૯૭,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડામાં સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

Post Comments