Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છભરમાં મહાશીવરાત્રીએ હરહર મહાદેવનો નાદ ગુંજીયો

- ભુજના માર્ગો પર નીકળી ભવ્યાતીભવ્ય મહાશોભાયાત્રા

- શીવાલયોમાં દર્શન કરવા ભાવીકોની લાગી કતાર

- ગામથી દુર આવેલા દેવાલયોના રસ્તા પણ ભક્તોની અવર-જવરથી જીવંત બન્યાં

ભુજ,તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભુજમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે કચ્છભરમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠયો હતો. ત્યારે ભુજમાં ભવ્ય મહાશોભાયાત્રાએ શહેરીજનોમાં અનેરૃ આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ સમાજના ફલોટ્સ, સંગીતના તાલે ઝુમતા  યુવા ભક્તો અને બન્ને માર્ગોની આસપાસ ગોઠવાયેલા ભાવીકોની હરહર મહાદેવના નાદથી સમગ્ર શહેર શીવમય બની ગયું હતું. તો કચ્છના દસે-દસ તાલુકા મથકોએ શીવરાત્રીની શોભાયાત્રાઓ નીકળી હતી. વહેલી સવારથી જ શીવાલયોમાં દર્શનાર્થે ભાવીકોની કતારો લાગી હતી. ઠેરઠેર ભાંગની પ્રસાદનો લહાવો ભાવીકોએ લીધો હતો.

ભુજમાં સમસ્ત હિન્દુ સનાતન સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રાનો પ્રારંભ પારેશ્વર ચોકમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પાસેથી થયો હતો. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, નગરપતિ અશોક હાથી, ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, મહાશિવરાત્રી સમિતિના પરાક્રમસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસિૃથતિમાં હર હર મહાદેવના નાદથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. ભુજના હમીરસર કાંઠે, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સર્કલ, સ્વામિનારાયણ મંદિર, મોટા બંધ, જ્યુબિલી સર્કલ, સંતોષી માતાના મંદિર, વીડી સ્કૂલ, વાણિયાવાડ સર્કલ, બસ સ્ટેરશન ઓલ્ફ્રેડ સ્કૂલ થઈને બપોરે શોભાયાત્રા િંધગેશ્વર મહાદેવ મંદિરે સંપન્ન થઈ હતી.

શોભાયાત્રામાં વિવિધ મંડળો, સંસૃથાઓ અને યુવાનોના ગ્પોએ શોભાયાત્રામાં અનેરૃ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં ભગવાન શિવશંકરની દિવ્ય પ્રતિમાન આકર્ષણનું કેન્દ્ર રહી હતી. શોભાયાત્રામાં કુલ રપ જેટલા ફલોટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષાઓમાં સજ્જ થઈને અનેરી ઝાંખી ઉભી કરી હતી. તો ઘોડે સવારો, ખુલ્લી જીપ, તલવાર રાસ સહિતની કરતબો જોણું બની હતી. શિવતાંડવ સહિતના ભગવાન ભોળાનાથના ગીતો અને ભજનોથી રાસ-ગરબાની રમઝટ જોવા મળી હતી.

શોભાયાત્રાની ઝલક નિહાળવા પણ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટયા હતા. શોભાયાત્રાના રૃટ પર વિવિધ સમાજો અને મંડળો દ્વારા છાસ-પાણી અને શરબત સહિત અલ્પાહારની વ્યવસૃથા પણ રખાઈ હતી. તો શોભાયાત્રા સંપન્ન થયા બાદ હમીરસર કાંઠે મહાપ્રસાદનો લાભ પણ હજારો ભાવિકોએ લીધો હતો. મહાશિવરાત્રીની આ ઉજવણીને સફળ બનાવવા સમસ્ત હિન્દુ સનાતન સમાજની મહાશિવરાત્રી ઉજવણી સમિતિ દ્વારા આયોજન થયું હતું.

રા૫ર સહિત વાગડમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. રાપર શહેરના નાગેશ્વર, રામેશ્વર, દુધેશ્વર, નિલાગર, ટપકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી શિવાલય ખાતે ભાંગ, પ્રસાદ, મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ ભોળાનાથના દર્શન કર્યા હતા. સમાવાસના રવેચી મંદિર ખાતેથી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભોળાનાથની શોભાયાત્રા નીકળી હતી જેમાં દશનામ ગોસ્વામી સમાજના હોદ્દેદારો અને આગેવાનો ઉપરાંત શહેરીજનો જોડાયા હતા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. સંતવાણીનો કાર્યક્રમ તમામ શિવાલયોમાં યોજાયો હતો. રાત્રે મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ગઢશીશામાં પંચગંગાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંતવાણી તેમજ લોકડાયરો યોજાયો હતો. રાજપર બીલેશ્વર મહાદેવ મંદિરે ચાર પ્રહરની પુજા યોજાવાની સાથે દર્શનાર્થીમાં નો ઘસારો જોવા મળ્યો હતો પંચગંગાજી મંદિરે  યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ નારાણભાઈ ચૌહાણ તેમજ યુવા કાર્યકર્તાઓ એ જહેમત ઉવાવી હતી.

ગઢશીશા વિસ્તારની ભગવાન ભોળા નાથની  ભવ્ય સોભાયાત્રાનું આયોજન  કરાયું હતું જેમાં અલગ-અલગ ફલેષ્ટએ આકર્ષણ જમાવ્યું હતું. યુવા હિન્દુ સંગઠન દ્વાા ચા, પાણી, ઠંડાપીણાની વ્યવસૃથા કરાઈ હતી તેમજ વથાણ ચોકમાં રતડીઆના ગીરજાદતગીરી મહારાજના સાનીધ્યમાં ધર્મ સભા યોજાઈ હતી જેમાં  બંસતગીરીજી માંડવી, ચંદુમાં ગઢશીશા, તથા અનેક સંતો મહંતોએ કલયુગમાં શિવ ઉપાસનાની ભક્તિ વીશે યુવાનોને વ્યસન ઘોળી ભક્તિ માર્ગે ચાલવા અપીલ કરી હતી મહાઆરતી સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ  મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ.

સોભાયાત્રા દરમ્યાન ગઢશીશા પોલીસે બંદોબસ્ત સંભાળ્યો હતો સોભાયાત્રામાં  વિસ ગામના ભાવિકોએ ભાગ લીધો હતો. નલિયામાં પણ શીવરાત્રી નીમિતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોટીસંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

Post Comments