Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટ ખાતે યોજાચયેલી માસ્ટર એથલેટીક ચેમ્પીયનશીપમાં કચ્છનો ૨૩ મેડલ પર કબ્જો

- ડીપીટીના કર્મચારી દોડમાં બે ગોલ્ડ મેડલ મેળવી જનરલ ચેમ્પીયન બન્યા

- કચ્છની ટીમે કુલ છ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા : સરકારી કર્મચારીઓનો શાનદાર દેખ

ગાંધીધામ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

તાજેતરમાં રાજકોટ ખાતે ગુજરાત માસ્ટર એથલેટિક ચેમ્પીયનશીપ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છની ટીમે શાનદાર દેખાવ કરી ૬ ગોલ્ડ સહિત ૨૩ મેડલો મેળવી સપાટો બોલાવ્યો હતો. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. માસ્ટર એથલેટીક એસોસીએશનના નેજા હેઠળ કચ્છની ટીમે ભાગ લીધો હતો. જેમાં દીન દયાલ પોર્ટના કર્મચારી એમ.આઈ.અંસારીએ ૧૧૦ મીટર દોડ તથા વાંસકુદમાં દર વર્ષની જેમ આ વખતે પણ આસાન જીત મેળવી જનરલ ચેમ્પીયન બન્યા હતા.

ગાંધીધામના યોગાચાર્ય જગદીશ પરમાર ૫હજાર મીટર દોડમાં પ્રથમ, ૪૦૦ મી.માં દ્વીતીય અને ૨૦૦ મી.માં તૃતિય રહ્યા હતા. ગાંધીધામ પોલીસ કર્મચારી કિશોર ભઠ્ઠરે ૪૦ વય ઉપરની કેટેગરીમાં ૫ હજારમી.દોડમાં પ્રથમ,૪૦૦મી.માં દ્વીતીય તથા વિધ્ન દોડમાં તૃતિય, ગોપાલ મહેશ્વરી ૪૦૦ મી.માં પ્રથમ, ૪૦૦ મી.વિધ્ન દોડમાં તૃતિય, ખીમજી ફફલ લાંબી કુદ અને ૧૧૦મી. દોડમાં દ્વીતીય અને ૧૦૦ મી.માં તૃતિય, ભચાઉના રાજેશ ઠક્કર ૧૧૦મી. અને બરછી ફેંકમાં દ્વીતીય, ભુજના નરેશ ટેકવાણી ૫ કી.મી. ઝડપ ચાલ અને ૧૧૦મી.માં દ્વીતીય, ગોળા ફેકમાં તૃતિય, પોલીટેકનીકના દિવ્યાંસુ લોકવાણી ૨૦૦મી.માં દ્વીતીય, સીનીયર સીટીઝનમાં શૈલેષકુમાર વસાવડા ૫ હજારમી.અને ૮૦૦મી.માં તૃતિય, અંજાર ફોરેસ્ટમાં ફરજ બજાવતા જુમ્મા બાયડે ૧૫૦૦મી.માં તૃતિય  સૃથાન પ્રાપ્ત કર્યું હતું. આમ એકંદરે કચ્છની ટીમને કુલ છ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા.

Post Comments