Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છ એક્સપ્રેસને વલસાડ, સયાજીનગરી ટ્રેનને દહાણુ સ્ટેશને અટકાવી દેવાઈ

- કચ્છ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર સતત બીજા દિવસે પણ પ્રભાવિત

- અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોના ભરવો થઈ જતા કચ્છની બન્ને ટ્રેન વિરમગામથી જ કલાકો મોડી પડી : સંસ્થાઓ ફસા

ભુજ, તા.૧૧ જુલાઈ 2018, બુધવાર

મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમાં કચ્છ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને પણ અસર પહોંચી છે. હાલમાં વિરાર, પાલઘર, વસઈના રેલવે ટ્રેકો હજુ પણ પાણીમાં ડુબેલા હોવાને કારણે મુસાફરોની મૂશ્કેલી દિવસો દિવસ વધી રહી છે. વરસાદથી મોબાઈલ નેટવર્કને પણ ભારે અસર પહોંચી છે. જેના કારણે પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં કચ્છ એક્સપ્રેસને વલસાડ તથા સયાજીનગરીને દહાણુ પાસે અટકાવી દેવાયાનું જાણવા મળી રહ્યું છે.  સંસ્થાઓ વરસાદના પગલે ફસાયેલાઓની મદદે આવી પહોંચી છે.

મુંબઈમાં ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક પાણીમાં ગરક થઈ જતા કચ્છનો રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. વિરારથી વસઈ સુધીનો ટ્રેક હજુ પણ પાણીમાં ગરકાવ હોવાની સાથે દહાણુથી આગળ ભારે વરસાદ હોઈ સયાજીનગરી બુધવારે સવારે ૧૧.૪૯ વાગ્યાના બદલે પાંચેક કલાક મોડી દહાણુ સુધી જ પહોંચી હતી. ત્યાંથી જ દોઢેક કલાક મોડી આ ટ્રેન કચ્છ માટે રવાના કરવામાં આવી હતી.

તો કચ્છ એક્સપ્રેસને વલસાડ સ્ટેશને અટકાવાઈ હતી. કચ્છ એક્સપ્રેસ સવારે ૭.૫૮ વાગ્યાના બદલે આઠેક કલાક મોડી વલસાડ પહોંચી હતી. ત્યાંથી આ ટ્રેન રાત્રે ૮.૪૩ વાગ્યે ઉપાડવામાં આવશે.સતત બે દિવસથી ટ્રેનના રૃટ ટૂંકાવાઈ રહ્યા હોઈ મુસાફરોને પણ પરેશાની ભોગવવી પડી રહી છે.

વળી મુંબઈમાં ભારે વરસાદના પગલે અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે કચ્છની બન્ને ટ્રેનો વીરમગામથી જ મોડી પડી હતી. અમદાવાદમાં રાત્રે કચ્છની ટ્રેન સ્ટેશન પર આવી શકે તેવી હાલત ન હતી. જેના કારણે વીરમગામ પાસે કલાકો ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી. પ્રવાસીઓ માંડમાંડ વલસાડ અને દહાણુ પહોંચ્યા હતા.

Post Comments