Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છના નાના રણમાં ગેરકાયદેસર ધમધમી રહેલા મીઠાના કારખાના

- નાના રણના પર્યાવરણનું અસ્તિત્વ જ જોખમમાં આવી જાય તેવી દહેશત

- અભ્યારણ્ય વિસ્તારમાં ઘુસણખોરી કરી વન્ય પ્રાણીઓના નિકંદનની થતી ફરિયાદો : વારંવાર રજૂઆતો બાદ પણ કામગ

ભુજ, તા. 10 સપ્ટેમ્બર, 2017, રવિવાર

વાગડ પંથકમાં વહીવટીતંત્રની બેદરકારીને કારણે ખુલ્લેઆમ ખનીજચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો સાથે હવે વાગડ સાથે જોડાયેલા કચ્છના નાના રણમાં ગેરકાયદે મીઠાના કારખાના ધમધમી રહ્યા હોવાની ફરિયાદ થઈ રહી છે. અભ્યારણ્ય વિસ્તારમાં મીઠાઉદ્યોગ કાર્યરત થઈ જતા વન્ય પ્રાણીઓનું નિકંદન થઈ રહ્યું હોવા અંગે રાજ્યસ્તરે સતત રજૂઆતો બાદ પણ કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાનું વારંવાર  કહેવાતું રહ્યું છે ત્યારે હવે વહીવટીતંત્ર નાનારણ સાથે જોડાયેલા પર્યાવરણને બચાવવા નક્કર પગલા ભરે તે જરૃરી બની ગયું છે.

કચ્છના નાના રણ વિસ્તારમાં ઘુડખર, રોઝ, હરણ, સસલા જેવા પ્રાણીઓની સંખ્યા વધુ હોવાથી તેના સંરક્ષણ માટે ૧૯૭૬માં શિકારપુર, માણાબા, ભીમદેવકા, થોરિયારી, ગાગોદર, પલાંસવા, કાનમેર સહિતના ગામોને જોડતી રણની પટ્ટીના વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ અભ્યારણ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી વાગડ વિસ્તારના ખનીજચોરીમાં સંકળાયેલા માથાભારે તત્વો નમક ઉદ્યોગ દ્વારા રણમાં પગપેસારો કરી રહ્યા છે.

અભ્યારણ્યમાં મીઠું પકવી તેની ટ્રકો ભરાઈને સૌરાષ્ટ્ર તથા અમદાવાદ સુધી જતી હોય છે. આ ગેરકાયદેસર મીઠાના કારખાનાઓને કારણે વન્ય જીવોનું પણ મોત નીપજી રહ્યું છે. વન્યજીવનું નિકંદન તથા મીઠા માટે ખોદકામ દ્વારા નાનું રણ જ ભુંસાઈ જાય તેવી દહેશત સેવાઈ રહી છે.

વન વિસ્તારમાં ઉદ્યોગોનો પગપેસારો થતા વન્ય જીવો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા હોવાથી ખેતીને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ અંગે ગાગોદરના વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ તથા અન્ય સંગઠનો દ્વારા રાજ્ય સ્તરે રજૂઆત કરી અભ્યારણ્ય વિસ્તારમાં સર્વે કરી જવાબદારો સામે યોગ્ય પગલા ભરવાની માંગણી કરવામાં આવી છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં ન આવતા અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદે પેશકદમી અને શિકારની પ્રવૃતિ 'જૈસે થે' સમાન જ બની રહી છે.
 

Post Comments