Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેશનલ કન્સ્ટ્રક્શન કંપનીના માલિકો સામે રૂ.700 કરોડના કૌભાંડમાં ગુન્હો નહીં નોંધાય તો આત્મવિલોપન

- પોલીસમાં અવારનવાર રજૂઆત પણ ફરિયાદ નોંધવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે એસ.પી-કલેક્ટરને આવેદનપત્ર

ભુજ, તા. 11 જુલાઈ 2018, બુધવાર

લોકોના પૈસા ડૂબાડનાર નેશનલ કન્સ્ટ્રકશન કંપનીના માલિકો સામે પોલીસ કાર્યવાહી નહીં કરે તો આત્મવિલોપન કરવામાં આવશે.

તેવી ચિમકી સાથે આજે ભોગ બનનારાઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

કન્સ્ટ્રકશન કંપનીએ અનેક વ્યકિતઓને લાલચ આપી પ્રલોભન આપી ખોટા દસ્તાવેજો, ખોટા કરાર કરી આપી વિશ્વાસઘાતથી કરોડો રૃપિયા પચાવી પાડયા છે, તેવો આક્ષેપ છે. આ અંગે અવારનવાર પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે.

નેશનલ કન્સ્ટ્રકશન કંપનીના માલિક ખીમજી હરજી પટેલ, રમેશ ખીમજી પટેલ તેમના સાથીદારો મારફતે અંદાજીત ૭૦૦ કરોડ રૃપિયાની છેતરપીંડી આચરવામાં આવી છે અને હજારો લોકો તેનો ભોગ બન્યા છે તેવા આક્ષેપ સાથે આજે ભુજમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

કન્સ્ટ્રકશન કંપનીના માલિકો સામે પોલીસમાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા તેઓ  વિરૃધ્ધ ગુનો નોંધવામાં આવતો નથી. ત્યારે હવે જો સાત દિવસમાં પોલીસ કાર્યવાહી ન કરે તો આત્મ વિલોપન કરવાની ચિમકી આપવામાં આવી છે.

ભોગ બનનારાઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ જો કે પોલીસે પરવાનગી આપી ન હતી. આ અંગે ધારાશાસ્ત્રી જૈમિની પટેલ કાયદાકીય લડત ચલાવી રહેલા છે.

આ મામલે આગામી સાત દિવસમાં ગુન્હો નોંધીને જવાબદારોની ધરપકડ કરવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચિમકી ભોગ બનનાર મહિલાઓ દ્વારા અપાઈ છે.

Post Comments