Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીધામ વિધાનસભા સીટ પર હજુ કોઈ પક્ષને ખર્ચ જાહેર કર્યો નથી !

- જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ગાંધીધામમાંથી ત્રણ ફોર્મનો ઉપાડ થયો

- પક્ષોને ખર્ચની કોઈ મર્યાદા નથી પરંતુ ઉમેદવારોના ખર્ચ પર ચૂંટણી પંચની બારીક નજર રહેશે

ગાંધીધામ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે મંગળવારથી જાહેરનામુ બહાર પડી ગયું છે. જેના પગલે ઉમેદારી પત્રો અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ છે. ગાંધીધામ બેઠક પર અપેક્ષા પ્રમાણે પ્રથમ દિવસે કોઈ ફોર્મ ભરાયું ન હતું. પરંતુ ગાંધીધામ મામલતદાર કચેરીએથી ત્રણ ફોર્મનો ઉપાડ થયો હતો. તો બીજીબાજુ ગાંધીધામ સીટ પર હજુ સુધી કોઈ પાર્ટીએ ખર્ચ જાહેર કર્યો ન હોવાનું પણ બહાર આવ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં હજુ જોઈએ તેવો ચૂંટણી માહોલ જામ્યો નથી. બન્ને પક્ષોએ હજુ ઉમેદવારો જાહેર કર્યા ન હોવાથી માહોલ શાંત છે. ઉમેદવારો નક્કી થયા બાદ ચૂંટણીનો માહોલ જામે તે નક્કી છે. મંગળવારે જાહેરનામુ પ્રસિધૃધ થતા ઉમેદવારી ફોર્મનો ઉપાડ શરૃ થઈ ગયો હતો. ગાંધીધામ પાંચ વિધાનસભા સીટ પર મંગળવારે ત્રણ ફોર્મનો ઉપાડ થયો હતો.

જોકે અપેક્ષા પ્રમાણે એક પણ ફોર્મ ભરાયું ન હતું. આવનારા દિવસોમાં રાષ્ટ્રીય પાર્ટીઓ, પ્રાદેશીક પાર્ટીઓ તથા અપક્ષ તથા તેઓના ડમી ઉમેદવારો સહિતના ફોર્મ ભરાશે. તો બીજીબાજુ ગાંધીધામ સીટ પર હજુ કોઈ પાર્ટીએ ખર્ચ બતાવ્યોે નથી. આમ તો પાર્ટીઓને ખર્ચની મર્યાદા નથી. ઉમેદવારો નક્કી થયા બાદ ફોર્મ ભરાશે. ત્યારે બાદ તેના દ્વારા કરાતા ખર્ચ પણ ચૂંટણી તંત્ર નજર રાખશે. અત્યારે પણ રાજકીય પક્ષોના કાર્યક્રમો પર ચૂટણી અંતર્ગત બનાવેલી જુદી-જુદી ટીમો નજર રાખી રહી છે.

Post Comments