શિકરા-વિજપાસર ગામ હિબકે ચડયા : સ્વજનોના ભારે હૈયે અંતિમ સંસ્કાર
- કચ્છભરમાંથી પટેલ સમાજના અગ્રણીઓ તથા હોદેદારો અંતિમ યાત્રામાં જોડાયા
- એક સાથે નવ લોકોની અંતિમ યાત્રા નિકળતા ગામમાં ભારે શોકનો માહોલ
- બન્ને ગામ સ્વયંભુ બંધ : સમુહ લગ્નો સાદગીથી યોજાવાનો નિર્ણય
ભચાઉ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર
રવિવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પટેલ પરિવારના દસ લોકોના મોત બાદ કચ્છ-વાગડ અને ખાસ કરીને પટેલ સમુદાયમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો સોમવારે શિકરા અને વિજપાસર ગામ હિબકે ચડયા હતા. ગામે ક્યારે ન જોઈ હોય તેવી વેદના અનુભવી હતી. તો શિકારામાં એક બાળક સહિત નવ લોકોની અંતીમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શિકરા અને વિજપાસર સ્વયંભુ બંધ રહ્યા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ રવિવારે શિકરા નજીક ટ્રેક્ટર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પટેલ પરિવારના સાત મહિલા સહિત દસ લોકોના કરૃણ મોત થયા હતા. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ પટેલ પરિવાર ટ્રેક્ટરમાં વિજપાસર મામેરૃ લઈને જતો હતો ત્યારે કાળ ભેટી ગયો હતો. આ ઘટના બાદ સમગ્ર કચ્છ અને ખાસ કરીને વાગડના ૭૨ પટેલ વસતી ધરાવતા ગામોમાં શોકની લાગણી ફરી વળી છે. સમગ્ર પટેલ સમુદાય શોકમાં ડુબેલો છે. સમુહ લગ્નો સહિતના આયોજનો સાદગાઈથી કરવાની જાહેરાતો કરાઈ છે. તો સોમવારે સવારે શિકરા ગામમાં એક સાથે નવ લોકોની અંતિમ યાત્રા નિકળી હતી.
જ્યારે એક મૃતકના અંતિમ સંસ્કાર વિજપાસરમાં કરવામાં આવ્યા હતા. ટ્રેક્ટરમાંજ જીવ ગયા બાદ મૃતદેહોને ઘરથી સ્મશાન સુધી પણ ટ્રેક્ટરમાં જ લઈ જવામાં આવ્યા હતા. વાગડમાંથી તમામ સમાજ અને સંપ્રદાયના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા. રાજકીય અંગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ગામના સ્મશાનમાં એક સાથે નવ મૃતદેહોની અંતિમ વિધી કરવામાં આવી ત્યારે ભારે ગમગીન માહોલ બની ગયો હતો. સેંકડો લોકોના આંખમાં પાણી આવી ગયા હતા. ગામના અગ્રણીઓ અને સમાજના હોદેદારોએ મૃતક પરિવારજનોને હિંમત રાખવા મનાવી રહ્યા હતા. આ ઘટનાને પગલે શિકરા અને વિજપાસર ગામ સંપૂર્ણ પણે બંધ રહ્યા હતા. મુંબઈથી પણ લગ્ન પ્રસંગે આવેલા લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
રણવીરની ફિલ્મ સંજૂનું ટીજર રિલીઝ, જુઓ...
સોનમનાં લગ્નમાં દીપિકા હાજર નહીં રહી શકે
પહેલા દિવસે તો સતત કારમાં ધૂ્રજતી હતી
રેસ થ્રીની ટીમ સોનમર્ગ પહોંચી
ટીનેજર્સને શૂટિંગના સ્પોર્ટ તરફ વાળવા છે
મનમર્ઝિયાંને કાનૂની નોટિસ મળી
ટોટલ ધમાલમાં કર્ઝનું હિટ ગીત ફરી સંભળાશે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News