Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાનવર કરતા વધુ નિંભર બનેલા ભુજ પાલિકાના સત્તાધીશોને વિપક્ષે પીરસ્યો ચારો

- ગઈકાલે રખડતા પશુ થકી યુવાનનું મોત, બીજો મરણના આરે છતાં નપાણીયા નિષ્ક્રિય

- કોંગ્રેસે અળવિતરા જાનવર કરતા બદતર બનેલા સત્તાધીશો તથા સીઓની ચેમ્બરોમાં કર્યા ચારાના ઢગલા

- રોજ અનેક લોકોને યમલોક પહોંચાડતા રખડતા પશુઓ પકડોની બુમરાણોને નિંભર સીઓ કે નગરપતિએ દાદ ન આપતા ફરી કોઈનો કુળદિપક બુઝાયો

ભુજ, તા.16 મે 2018, બુધવાર

મત લેવા દરેક ઘરના ઉંબરા સુંઘેલ  ભાજપના નગરસેવકો સત્તા હાથમાં આવ્યા બાદ જે રીતે છાકટા થયા છે તે જોતા ભારે રોષ ઉભો થયો છે. રખડતા ઢોરની સમસ્યા દુર કરવા અનેક રજુઆતો છતાં કાને ન ધરાતા ગઈકાલે વધુ એક ૩૫ વર્ષીય યુવાન અકાળે મોતને ભેટયો હતો. તો આજે  રેલવે સ્ટેશન રોડ પર  અન્ય એક ૨૫ વર્ષીય યુવાન અડફેટે આવી જતા હોસ્પીટલમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છેે.

નિંભરતામાં જાનવર કરતા પણ નીચલી પાયરીયએ બેસી ગયેલા ભાજપના સત્તાધીશો થકી અનેક માતાના ખોળા ઉજડી ચુકયા  છે ત્યારે જાનવરોને શરમાવે તેવા કૃત્ય કરનારા શાસકોને આજે કોંગ્રેસે પાલિકામાં જઈને લીલો ધાસચારો પીરસી  અનોખો વિરોધ કર્યો હતો.

કોંગ્રેસ તથા શહેરીજનોએ આજે કચેરીને ઘેરી લઈને નગરપતિ, ચીફ ઓફીસર ,કારોબારી ચેરમેન સહીતના સત્તાધીશો કે જે ભુજનો વહીવટ ચલાવી વિકાસના નામે નાણાનો બેફામ વેડફાટ કરી રહ્યા છે તેઓ પર માછલા ધોયા હતા. ભ્રષ્ટાચાર માટે સાચા- ખોટા બિલ બનાવવામાં નાણાની કોથળી ખોલવામાં મણા ન રાખતા સત્તાધીશો ઢોર પકડવામાં અને તેને સાચવવા નાણા ન હોવાના બહાના હેઠળ કામ નથી કરતા . પરીણામે આશાસ્પદ વધુ એક યુવાનનું મોત સત્તાધીશોના શિરે ચડયું છે.

છેલ્લા ૫ વર્ષમાં  એક અંદાજ મુજબ રખડતા ઢોર થકી તત્કાલ કે ધાયલ થઈને કે વિકલાંગ બન્યા બાદ મોતના મુખમાં ગયા હોય તેવો લોકોનો આંકડો ૨૦ને પાર કરી ગયો છે, ગઈકાલે રખડતા પશુ થકી બાઈક ચાલક યુવાનના મોત બાદ આજે વધુ એક અકસ્માત ભુજના રેલવે સ્ટેશન  પાસે બન્યો હતો. આવા બનાવોનો ધટનાક્રમ વધતો જતો હોઈ રોષ ભરાયેલા વિપક્ષે ફરી એક વખત ધાંધલ ધમાલ મચાવી હતી જેમાં જાગૃત નાગરીકો પણ જોડાયા હતા. જેમાં  તમામ સત્તાધીશોના ઓફીસની ટેબલ પરો ધાસચારો પીરસ્યો હતો.

જો કે રાબેતા મુજબ પાલિકાની સેવામાં હાજર ન રહેતા જવાબદારો ' ઘેરહાજર' જોવા મળ્યા હતા. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા કહ્યુ ંહતું કે, ઢોરની નિંભરતા પંકાયેલી છે તેેથી દાદ ન આપનારાઓ માટે કહેવત પડી છે કે, ઢોર જેવો નિંભર છે . પણ આ કહેવતને પણ શરમાવે તેવા કામ ભુજ પાલિકાના સત્તાધીશો કરીને પશુ કરતા ચડીયાતા થઈ ચુકયા છે. ત્યારે હવે નિંભરતાના ઉદાહરણ માટે ખરેખર એમ કહેવત પ્રચલિત બનવી જોઈઅ ે કે, ભુજપાલિકાના સત્તાધીશો કરતા પણ  નિભર છો ! જાનવરોની નિંભરતાની હદ પણ પાર કરીને પશુઓને પણ શરમાવે તેટલી હદે ક્રુર તથા નિષ્ઠુર ભુજ  નગરસેવા સદનના શાસકો થઈ ગયા છે .

હાઈકોર્ટના આદેશથી જબરદસ્તી ૧૦ લાખના ખર્ચે  ઢોરવાડો બનાવ્યા બાદ ઢોર પકડવાની કામગીરી જ કરાતી નથી. દાદ ન આપવાની અને કામચોરી કરવાની જાણે આદત પડી  ગઈ હોય તેમ  પરોક્ષ રીતે એક પછી એક ભુજવાસીઓના જીવ લઈ રહ્યા છે. હજી કેટલા માતાના ખોળા ઉજાડશે તે સવાલ છે. માત્ર જાહેરનામું બહાર પાડયા બાદ આ બાબતે આજદિન સુધી કલેકટરે પણ ગંભીરતા ન દાખવી પાલિકાને સાણસામાં ન લેતા પરીણામ સ્વરૃપ વધુ એક ઘરનો કુળદિપક કાલે બુઝાઈ ગયો હતો.ગત સપ્તાહે પણ ભુજની ભાગોળે એક યુવાન ધાયલ થય ોહતો તો આજે રેલેવે સ્ટેશન નજીક ગંભીર અકસ્માત રખડતા પશુ થકી બન્યો હતો.

આ તો માત્ર જાણમાં આવેલા બનાવ છે પણ રોજ રોજ અસંખ્ય લોકો વાહનો તથા રાહદારીઓ આ પશુઓની અડફેટે ચડે છે. ઢોરવાડાના નામે લાખોના બિલ બનાવતા ભાજપી શાસકો ઢોર પકડવામાં જ શા માટે પાછીપાની કરી રહ્યા છે તે સવાલ તેમણે કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જો વધુ ઢોર પકડે તો ચારો દેવો પડે,સાર-સંભાળ રાખવી પડે  અને ખોટા બિલ બનાવવાની  શકયતા ઘટી જાય તે કારણે જયાં નક્કર કામ કરવું પડતું હોય કે કટકી મળવાની શકયતા ઓછી હોય તે કામ જ ન કરવા તેવી નીતી શાસકોની છે. એટલ જે, ૨૦ લોકોના મોતના સૌદાગર હજી પણ  સરમુખ્તયારશાહી ચલાવી મોતનું તાંડવ કરી રહ્યા છે.

કોલોનીઓમાં ઢોરના ઝુંડ ફેલાવે છે ત્રાસ
ભુજની અનેક કોલોનીઓમાં એક સાથે ૨૦થી વધુ ઢોરના ઝુંડ અડ્ડો જમાવીને બેઠા હોય છે, પરીણામે ઘરથી એકલા નીકળતા વૃધ્ધો,બાળકો માટે તો જોખમ જ તોળાતું હોય છે. આ દશ્યો રોજ તે વિસ્તારમાં રહેતા ભાજપના નગરસેવકો રોજ નિહાળે છે છતાં પોતાના પદાધિકારીઓને ઢોર પકડવાની કામગીર ીકરવા આજદિન સુધી દબાણ કર્યું નથી. મત સમયે આંબલા આંબલી બતાવનારા આ નગરસેવકો લોકોને પાણી કે સારા રસ્તા પણ આપી શકયા નથી .

હવે ઢોર પાલિકામાં છોડશુ -વિપક્ષ
હવે તો નિંભરો કામગીરી કરવા સક્રીય નહીં થાય અને ભુજને ઢોર મુકત કરવા આયોજન નહી ંઘડે તો બીજા તબક્કામાં આ જ રખડતા ઢોર પાલિકામાં લાવીને સત્તાધીશોની ઓફીસોમાં મુકી જશું તેવી ચીમકી  કોંગ્રેસે આપી હતી.

ભાજપ કાર્યાલયમાં પણ ચારો પીરસાયો
ભુજપાલિકાના ભાજપના શાસકો પણ ભાજપકાર્યાલયનું કોઈ દોરીસંચાર ન રહ્યો તેમ ભુજની સુખાકારીનું ધનોતપનોત પદાધિકારીઓએ વાળી દિધું છે. રસ્તામાં ભ્રષ્ટાચાર,લાઈટના ઠેકાણા નહીં, પાણીમાં કૌભાંડ સહિત અનેક મુદા સાથે હવે તો લોકોને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે છતાં ભાજપના કહેવાતા નેતાઓ ચુપ બેઠા હોઈ ભાજપ કાર્યાલયમાં પણ ધાસચારો નાખીને કોંગ્રેસે ટકોર કરી

Post Comments