Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીધામમાં સવા સો કરોડના ખર્ચે પ્રતિમા નહીં અદ્યતન હોસ્પિટલ બનાવો

- કચ્છની મૂલાકાતે ગયેલા દલિત નેતા મેવાણીની ટકોર

- લોકોના પ્રશ્નોને વાચા આપવા કચ્છ એકતા મંચની રચના કરાશે : બાળકોના મોતની તપાસમાં શું રંધાયુ ? તે ખૂલ્

ભુજ,તા.13 જૂન 2018, બુધવાર

દર મહિને કચ્છની મૂલાકાતે આવતા વડગામના ધારાસભ્ય અને દલિત નેતા મેવાણીએ આજે ફરી વખત કચ્છની મૂલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે રાજ્ય સરકાર ઉપર પ્રહારો કરતા ગાંધીધામમાં રૃ.સવા સો કરોડના ખર્ચે બાબા સાહેબની પ્રતિમાના બદલે અદ્યતન હોસ્પિટલ બનાવી આપવાની માગણી કરી હતી. સાથે સાથે લોકોના પ્રશ્નોને વાચા આપવા કચ્છ એકતા મંચની રચના કરવાની જાહેરાત કરી હતી. મોરબી-કચ્છની બેઠક ઉપર લોકસભાની ચૂંટણી લડવાની વહેતી થયેલી અટકળોનો અંત લાવતા તેમણે આ મમલે નનૈયો ભણ્યો હતો.

ભુજમાં ઉમેદભુવનમાં લોક સંવાદ કાર્યક્રમમાં જીગ્નેશ મેવાણીએ જમીન સાથણી, મહેસુલ, દલીતો પર થતાં અત્યાચારના વિવિધ મુદ્દે અરજદારોની રજુઆત સાંભળી હતી. ભીમાસરમાં ડો. આંબેડકર સાહેબની પ્રતિમાને જુતાનોહાર પહેરાવવાની ઘટનામાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને પકડયો નથી. પરંતુ આ વખતે સમય મર્યાદાની બદલે કચ્છના રેન્જ આઈજીની તટસ્થ તપાસ પર ભરોસો રાખી તેઓ આરોપીઓ પકડાય ત્યારે સામેથી ફોન કરવાની જાણ કરી હતી.

તો ભુજમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. જી.કે.માં બાળકોની થયેલા મોત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા શું રંધાય છે ? તે જાણી ખૂલ્લા પાડવાની ખાતરી આપી હતી. બે કરોડ યુવાનોને રોજગારી આપવાની વાત પણ ખોટી પડે છે. ખેડુતોને ટેકાના ભાવ  આપવાની સ્વામીનાથન  કમિટિએ કરેલી ભલામણ કચરા ટોપલીમાં ફેકી દીધી છે.

ગુજરાતમાં ભાજપ સરકારે  ૨૨ વર્ષના શાસનમાં માત્ર ફોડ અને છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ કર્યા હતાં. કચ્છના વિવિધ સમાજ અને  સંગઠનોને સાથે રાખી કચ્છ એકતા મંચની રચના કરવા જાહેરાત કરી હતી. જેમાં હિંદુ-મુસ્લિમ અને દલિત સહિતના તમામ સમાજ જ્ઞાાતિ હશે. લડાયક નેતા તરીકે લોકોની પોતાના પ્રત્યે અપેક્ષા વધી હોઈ તેના પ્રશ્નો સમસ્યાઓને  ઉકેલવા માટે મેવાણીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Post Comments