Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં પાલિકાની મંજૂરી વિના ઉભતી નોનવેજ નાસ્તાની લારીઓ બંધ કરાવવા માંગ

- ૫ર્યુષણમાં મટનની દુકાનો બંધ કરાઈ, પણ રેકડીઓ ચાલુ જ રહી

- સરપટ ગેટથી એરપોર્ટ રોડ સુધી ૪૦થી વધુ રેકડીઓ ઉભી : પાલિકાના જવાબદારો દ્વારા આંખ આડા કાન

ભુજ, તા. 10 સપ્ટેમ્બર, 2017, રવિવાર

ભુજના વિવિધ વિસ્તારોમાં મંજૂરી વગર નોનવેજ નાસ્તાની લારીઓ ઉભી રહી જતા લોકોને પરેશાની થઈ રહી છે. આ લારીધારકો દ્વારા કચરો માર્ગની સાઈડ પર ફેંકાતા એક તરફ ગંદકી વધી રહી છે, તો બીજી તરફ આ કચરો કૂતરાઓ ખાતા હડકાયા કૂતરાનો પણ ત્રાસ વધી રહ્યો છે. આ અંગે પાલિકા હવે કંઈક  કામગીરી કરે તેવી લાગણી ઉભી થઈ રહી છે.

ભુજના સરપટ ગેટથી એરપોર્ટ રોડ તથા ખારી નદી વિસ્તાર સુધી અંદાજે ૪૦થી ૫૦ જેટલી નોનવેજ ખાણીપીણીની રેકડીઓ ધમધમી રહી છે.  તો, કેમ્પ વિસ્તારમાં પણ નોનવેજ ખાણાનું વેચાણ કરતી લારીઓ જોવા મળી રહી છે. આ પૈકી મોટાભાગની રેકડીઓ નગરપાલિકાની મંજૂરી વગર જ ચાલુ હોવાનું જણાઈ રહ્યું છે. સરપટ ગેટ આસપાસના મોટાભાગના વિસ્તારમાં આ રેકડીધારકો નોનવેજ નાસ્તાનો કચરો માર્ગની નજીક જ ફેંકી દતા રખડુ કુતરાઓ તેને ખાવાથી હડકાયા બની રહ્યા છે. આ કારણથી આસપાસ કૂતરા કરડવાના બનાવો પણ મોટા પ્રમાણમાં વધ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.

પર્યુષણના તહેવાર દરમિયાન ભુજમાં માંસ-મટનનું વેચાણ કરતી દુકાનો તથા કતલખાના બંધ કરાવવામાં આવ્યા હતા, પરંતુ પાલિકા દ્વારા આવી રેકડીઓ તરફ ધ્યાન ન આપવામાં આવતા ધર્મપ્રેમીઓમાં પણ રોષનું મોજું ફેલાયું હતું. હવે, પાલિકાના જવાબદારો આવી ગેરકાયદે રીતે ધમધમતી નોનવેજ નાસ્તાની રેકડીઓ બંધ કરાવે તેવી માંગ ઉઠી રહી છે.

Post Comments