Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભચાઉ બાર એસો.ની ચુંટણી બાબતે દિવાની દાવો રદ કરતો ચુકાદો

- ભચાઉ વકીલ મંડળના એક સાથે ૩૩ સભ્યોના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા બાદ દિવાની દાવો દાખલ કરવામાં

ભચાઉ, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ભચાઉ બાર એસોશિએશનની ચુંટણી બાબતે ભચાઉ કોર્ટમાં થયેલ દિવાની દાવો રદ કરી ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે.

ગુજરાતભરમાં છેલ્લા એક માસથી ચર્ચા જગાડનાર ભચાઉ વકીલ મંડળના એક સાથે ૩૩ સભ્યોના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામ આપ્યા બાદ ભચાઉ બાર એસો.ની ચુંટણી બાબતે બીજલ મનજી દાફડા દ્વારા ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત સામે ભચાઉ ન્યાય કોર્ટમાં દિવાની દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

આ દાવા બાબતે પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજએ પ્રતિવાદીઓને નોટીસ કરી કોર્ટમાં હાજર રહેવાનું જણાવવામાં આવ્યુ હતુ. દિવાની નોટીસ મળતા ભરતભાઈ એન ભટ્ટ તથા પ્રભુલાલ રબારી તરફે ધારાશાસ્ત્રી ચમનલાલ કંસારાએ વકીલાતનામુ રજુ કરી અને અરજી રજુ કરેલ હતી. જયારે વર્તમાન હોદેદારો પ્રમુખ વિશાલ કોટક, ઉપપ્રમુખ સંતોષ જયસ્વાલ, મંત્રી શામજીભાઈ દરજી, સહમંત્રી રણજીતસિંહ ઝાલાએ પણ અરજી રજુ કરી હતી.

ત્યારબાદ આ અરજીઓ સાંભળવામાં આવી હતી. ત્યારે ધારાશાસ્ત્રી ચમનલાલ કંસારાએ દલીલો કરી હતી કે વાદી દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં પણ આ બાબતની અરજી પેન્ડીંગ છે જેનો કોઈ હુકમ થયેલ નથી અને એક જ  દાદ માંગતી અરજી બે અલગ અલગ જગ્યાએ ચાલી શકે નહિં તેમજ વિશેષમાં  જણાવ્યુ હતુ કે ગુજરાત બાર એસોસિએશનના નિયમો-૨૦૧૫ની કલમ ૪૯(જી) મુજબ ચુંટણી લક્ષી વિવાદ અંગે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન દ્વારા રચવામાં આવનાર કમિટી નિર્ણય લેશે.

ભચાઉના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજએ વાદી તથા પ્રતિવાદીઓને સાંભળી તેમની રજુઆતો ધ્યાને લઈ રજુ કરેલ ઓથોરીટીઓને પણ ધ્યાને લઈ અરજી મંજુર કરી વાદીનો દાવો રદ કરવાનો ધાક બેસાડતો હુકમ કરવામાં આવ્યો છે.

Post Comments