Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છ યુનિ.ની સેનેટની ચૂંટણી નિયત સમયે જ યોજવા હાઈકોર્ટમાં પીટીશન

- પૂર્વ સેનેટ સભ્ય અને એનએસયુઆઈ નેતા દ્વારા

- રાજ્ય સરકારની મંજુરી પણ લેખિત નહીં ફક્ત મૌખિક જ હોવાનો આક્ષેપ

-  નિર્ણય ગેરબંધારણીય હોવાનો દાવો

ભુજ,તા.૧૧ જુલાઈ 2018, બુધવાર

કચ્છ યુનિ.માં શાહીકાંડ થયા બાદ વિવાદમાં આવેલી સેનેટની ચૂંટણીને શાંતિભંગ થવાની આશંકાએ કૂલપતિએ રદ્દ જાહેર કરતા, હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસે ગેરબંધારણીય રીતે રદ્દ કરાયેલી ચૂંટણી રાબેતા મુજબની તારીખે થાય તે માટે પીટીશન દાખલ કરીને દાદ માંગી છે.

ભાજપ પ્રેરિત સંગઠન એબીવીપી દ્વારા પોતાના સમર્થિત મતદારોના નામો સ્દ્દ કરી દેવાનો આક્ષેપ કરાયો હતો. આ નામો રદ થવા પાછળ કોંગ્રેસનો દોરી સંચાર હોવાનો આક્ષેપ કરીને એબીવીપીના કાર્યકરો  દ્વારા પ્રોફેસર પર કાળા રંગનો પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. જે ઘટનાના પ્રત્યાઘાત રૃપે શાહીકાંડમાં સામેલ યુવાનોની ઘરપકડ થયા બાદ કેટલાક નિર્ણયો ઈસીની બેઠકમાં લેવાયા હતા.  જેમાં ઈસી દ્વારા મહત્વની એવી ચૂંટણી રાબેતા મુજબ જ કરવા નિર્ણય જાહેર કરાયો હતો.

જો કે,બાદમાં કૂલપતિ દ્વારા શાંતિભંગ થવાની આશંકા દાખવીને ચૂંટણી રદ જાહેર કરાતા આ મામલે કોંગ્રેસે તેને ગેરબંધારણીય નિર્ણય ગણાવીને વિરોધ કર્યો હતો. આ વિરોધને દાદ ન મળતા હવે હવે પૂર્વ સેનેટ સભ્ય તથા એનયુએસઆઈ નેતા દ્વારા હાઈકોર્ટના દ્વારે ધા નાખવામાં આવી છે.

ચૂંટણીની તારીખ જાહેર થઈ ગયા બાદ કાયદા મુજબ કૂલપતિ કે અન્ય કોઈને ચૂંટણી રદ કરવાની સત્તા ન હોવાનું તથા ચૂંટણી રદ કરવાનો નિર્ણય કૂલપતિએ સરકારની લેખિત મંજુરી વગર જ લીધો હોવાનો જણાવીને આ ગેરબંધારણીય નિર્ણયને રદ કરીને રાબેતા મુજબ તા.૨૨ જુલાઈના જ ચૂંટણી થાય તેવી દાદ માંગી છે. રાજ્ય સરકારની મંજુરીથી નિર્ણય લેવાયો હોવાનું જાહેર કરાયું છે પણ આ તમામ બાબતો મૌખિક છે, સરકાર દ્વારા લેખિતમાં આવી કોઈ મંજુરી અપાઈ નથી તેવો આક્ષેપ કરાયો છે.

Post Comments