Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજમાં શકિતસિંહના નિવેદન બદલ તેમના પુતળાનું દહન

- હાર્દિકને સરદાર પટેલ સાથે સરખાવાતા ઠેર ઠેર દર્શાવાતો વિરોધ

ભુજ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલ દ્વારા હાર્દિક પટેલની સરખામણી સરદાર પટેલ સાથે કરવામાં આવતા ભુજમાં પણ આજે તેમના આવા નિવેદન બદલ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આજે ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસના ધારાસભ્ય ગોહિલના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ. ગઈકાલે તેમને કહ્યુ હતુ કે હાર્દિકમાં સરદાર પટેલનો ડીએનએ છે. ત્યારે આ નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધનો વંટોળ છે જેના ભાગરૃપે આજે ભુજમાં ભાજપ કાર્યાલય બહાર ભાજપના આગેવાનો કાર્યકરોને વિરોધ વ્યકત કરી શકિતસિંહના પુતળાનું દહન કરવામાં આવ્યુ હતુ.

ભાજપ પ્રમુખે જણાવ્યુ હતુ કે કયાં સરદાર પટેલ અને કયાં હાર્દિક? સરદાર પટેલને રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર વિકાસ માટે યાદ કરવામાં આવે છે ત્યારે આવા મહાન વ્યકિતત્વને હાર્દિક સાથે ના સરખાવાય.ધારાસભ્ય દ્વારા સરદાર પટેલનું અપમાન કરવામાં આવ્યુ હોવાની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

Post Comments