Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીધામ પતંગોત્સવમાં પૂર્વ કચ્છના પ્રવાસનધામોનો કોઈ ઉલ્લેખ જ નહી !

- જેના કારણે ગાંધીધામમાં આયોજન કરાયુ તે હેતુ જ તંત્ર ભુલી ગયું

- પૂર્વ કચ્છના પ્રવાસનધામોને હાઈલાઈટ કરવાની કોઈ તસ્દી લેવામાં ન આવી : મંદ પવનના કારણે મોટા આકારના પત

ગાંધીધામ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ગાંધીધામ ખાતે બુધવારે યોજાયેલા પતંગોત્સવમાં આયોજનનો મૂળ હેતુ જ ભુલાઈ ગયો હતો. પૂર્વ કચ્છ અને ગાંધીધામ-અંજારના પ્રવાસનધામોને હાઈલાઈટ કરવાની કોઈ કોશીશ કરવામાં આવી ન હતી. વળી પવનની ગતિ મંદ હોવાથી મોટા કદના પતંગો ઉડી ન શકતા દેશ-વિદેશથી આવેલા પતંગબાજો નીરાશ થયા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ધોરડો અને માંડવીમાં પતંગોત્સવ યોજાતા હોય છે. પરંતુ આ વખતે ગાંધીધામ અને અંજારના પ્રવાસનધામોને હાઈલાઈટ કરવાના હેતુથી અહીં  આતંરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બુધવારે યોજાયેલા આ કાર્યક્રમમાં ગાંધીધામ-અંજાર કે પૂર્વ કચ્છના પ્રવાસનધામોને હાઈલાઈટ કરવાની કોઈ કોશીશ કરવામાં આવી ન હતી. અનેક સ્ટોલ શોભાના ગાંઠીયાની જેમ ખાલી પડયા હતા.

પ્રવાસન નીગમ અહીં ગાંધી સમાધી, જેસલ તોરલની સમાધી, કંડલા પોર્ટ, ધોળાવીરા, એકલનું રણ, કંથકોટનો કિલ્લો, ખડીરમાં આવેલું ફોસીલ પાર્ક સહિતના પ્રવાસન ધામો વીશે માહિતી આપી શક્યું હોત. જેતે વખતે યોજાયેલી બેઠકમાં આયોજન પાછળ સૃથાનીક તથા પૂર્વ કચ્છના પ્રવાસનધામોને લોકપ્રીય બનાવવા માટે ગાંધીધામી પસંદગી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કચ્છના પ્રવાસનધામોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. ગાંધીધામમાં આ પ્રકારનો આયોજન કરાતા અનેક ચર્ચાઓ ઊભી થઈ હતી.

કારણ કે જ્યાં પવનની ઝડપ હોય ત્યા આ પ્રકારના આયોજન સફળ થતા હોય છે. ધોરડો રણ, માંડવી બીચ, અમદાવાદ રીવરફ્રન્ટ સહિતના સૃથળોએ પવન હોવાથી આયોજન સફળ થાય છે. પરંતુ ગાંધીધામાં પવનની ઝડપ વધારે ન હોવાથી અનેક પતંગબાજો નીરાશ થાય હતા. કારણ કે માટા આકારના પતંગો ઉડી શક્યાન ન હતા. આૃથવા થોડીવારમાં તેઓ નીચે આવી જતા હતા. જેના કારણે વિદેશી ખેલાડીઓએ નાના આકારના પતંગો હવામાં ચગાવી સંતોષ માન્યો હતો.

Post Comments