Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દારૃ પીને બસ ચલાવનારો ડ્રાઈવર તાત્કાલિક અસરથી કરાયો સસ્પેન્ડ

- ભુજ - દાહોદ બસનો ચાલક દારૃ પી ને બસ હંકારતા મુસાફરોના જીવ થયા હતા અધ્ધર

ભુજ, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

ભુજ - દાહોદ રૃટની બસને મંગળવારે રાતે દારૃ પીને હંકારતા ડ્રાઈવર અંગેની જાણ થતા મહિલા કન્ડક્ટર તથા મુસાફરોએ  વિરોધ નોંધાવતા ડ્રાઈવરને પોલીસની અટકમાં લેવામાં આવ્યો હતો. આ ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

મંગળવારે ભુજથી સાંજે ૪.૩૦ વાગ્યાના અરસામાં જી જે ૧૮ વાય ૯૯૪૫ નંબરની ભુજ-દાહોદ એસટી બસ રવાના થઈ હતી. આ બસ નાની ચીરઈ પાસે પહોંચતા ચાલક વનરાજસિંહ નટવરસિંહ જાડેજા નશાયુકત હાલતમાં હોવાનું મુસાફરોનું ધ્યાન ગયુ હતુ.

ચાલક અચાનક બસને વાંકી ચુકી ચલાવતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ અંગે મહિલા કન્ડક્ટરને જાણ થતા ટીઆઈને ફોન કરીને જાણ કરી બસને મુસાફરોની મદદથી પોલીસ મથકે લઈ આવવામાં આવી હતી. ભચાઉમાં આ બસચાલક સામે ગુનો નોંધી અટક કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલાની જાણ ભુજ એસટી ડિવિઝનના વડા અધિકારીને થતા તાત્કાલિક ભચાઉ ડેપોના આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને સસ્પેન્ડ કરીને પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવાની સુચના પણ આપવામાં આવી છે.

Post Comments