Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંજારમાં જેસલ-તોરલ મંદિર આસપાસ દબાણો હટાવવા માંગ

- શહેરમાં ઠેરઠેર કિંમતી જમીનો પર દબાણોનો ખડકલો

- ૧૫ દિવસમાં દબાણો દુર નહીં થાય તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી

અંજાર, તા.11 જાન્યુઆરી 2017, બુધવાર

અંજારમાં ઠેરઠેર સરકારી કિંમતી જમીનો તથા પાણીના વહેણ, નદી તથા સાર્વજનિક પ્લોટમાં ભુમાફિયાઓએ આડેધડ દબાણો ખડકી દીધા છે. ત્યારે જેસલ-તોરલના મંદિર આસપાસ ખડકાયેલા કાચા-પાકા બાંધકામ અને રેકડીઓ હટાવવા માંગ કરાઈ છે. જો ૧૫ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આ દબાણો દુર કરવા અંગે અંજાર નગરપાલિકાના ચીફ ઓફીસર, આડાના મુખ્ય કારોબારી આૃધીકારી, આડાના ચેરમેન, નાયબ  બલેબટર, મામલતદાર, સીટી સર્વે સુપ્રીન્ટેડેન્ટ સહિતના આૃધીકારીઓને કરાયેલી રજુઆતમાં જણાવ્યાનુસાર, શહેરના જેસલ તોરલ મંદિરના માર્ગો આસપાસ કાચા-પાકા દબાણો ઉભા કરી દેવાયા છે. જેના કારણે સતત ટ્રાફિક જામ રહે છે. મંદિર પાસે આવેલા ચોગાનમાં પણ ૩૦ જેટલી રેકડીઓ ગોઠવી દેવામાં આવી છે. જો ૧૫ દિવસમાં દુર કરવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી વીરડા શંભુ રામા (આહિર) દ્વારા આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંજાર શહેરમાં સરકારી જમીન પરના દબાણો તથા આડેધડ ઉભી કરાયલી દુકાનો, છાપરા સહિતના કાચા પાકા બાંધકામો હટાવવા કલેકટરે ચાર્જ સંભાળ્યા બાદ મળેલી પ્રથમ સંકલન સમીતિની બેઠકમાં વિવિધ તંત્રને આદેશ આપ્યો હતો. જેથી થોડા સમય અગાઉ તંત્રએ અમુક દબાણો હટાવી સંતોષ માની લીધો હતો.

પરંતુ સમગ્ર શહેરની ફરતીકોર થયેલા તમામ દબાણો હટાવવની તસ્દી ન લીધી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તથા નાગબ કલેકટર કે નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને રજુઆત છતા દાદ આપતા નથી.

Post Comments