Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજ-બરેલી એક્સપ્રેસ પાંચ કલાક મોડી ઉપડતા પ્રવાસીઓ રઝળ્યા

- વારંવાર મોડી પડવાની સમસ્યાથી મુસાફરો પરેશાન

- ઉપરથી જ રેક મોડા આવતા હોવાથી ભુજમાં સમય પ્રમાણે ટ્રેન ઉપડી શકતી નથી

ગાંધીધામ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

વર્ષોથી ભુજ-બરેલી એક્સપ્રેસ કોઈને કોઈ બાબતે મોડી પડતા આ ટ્રેનની સેવા સુધારવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેવામાં છેલ્લા થોડા સમયથી આ ટ્રેન ફરી કલાકો મોડી આવવાની સાથે ભુજથી પણ કલાકો મોડી ઉપડે છે.

ભુજ-બરેલી એક્સપ્રેસની કથળેલી સેવા અને ભંગાર હાલતના કોચ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, તેમ છતા સુવિધા સુધારવામાં આવતી નથી. મોટાભાગે આ ટ્રેન કોઈને કોઈ કારણથી કલાકો મોડી પડે છે. રસ્તામાં પણ અનેક વખત ઉભી રહી જાય છે. તેવામાં છેલ્લા થોડા સમયથી ફરી ભુજથી દૈનીક કલાકો મોડી ઉપડી રહી છે.

ગુરૃવારે ભુજ-બરેલી ટ્રેન બપોરે ૧.૨૫ વાગ્યાના બદલે સાંજે ૬.૪૫ વાગ્યે માંડ રવાના થઈ હતી. જેના કારણે રેલવે સ્ટેશન ખાતે આવેલા પ્રવાસીઓને ધક્કા થયા હતા, તો કેટલાક પ્રવાસીઓને સ્ટેશન ખાતે જ કલાકો રાહ જોવાનો વારો આવ્યો હતો. ઉપરથી જ ટ્રેનના રેક મોડા આવતા હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી છે.
 

Post Comments