Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભચાઉના શિકરા પાસે ગોઝારા અકસ્માતમાં સાત મહિલા એક બાળક સહિત દસનાં મોત

- મુળ શિકરાનો પટેલ પરિવાર ટ્રેક્ટરમાં મામેરૃ લઈ વિજપાસર જતો હતો ત્યારે કાળ ભેટયો

- માર્ગ ખરાબ હોવાથી ટ્રેક્ટર રોંગ સાઈડમાં જતા સામેથી બસ સાથે અથડાયું

- બે બાળકો સહિત અન્ય દસ લોકોને ઈજા :લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ભચાઉ, તા.15 એપ્રિલ 2018, રવિવાર

ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે તે ઉક્તિને ફરી એક વાર સર્થક કરતી ભયાનક દુર્ઘટના કચ્છના ભચાઉ-ભુજ હાઈવે પર રવિવારે સવારે બની હતી. ટ્રેક્ટર અને લક્ઝરી બસ સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાળક, સાત મહિલા સહિત દસ લોકોના મોત થતા સમગ્ર વાગડ અને કચ્છમાં અરેઅરાટી વ્યાપી ગઈ હતી. હાલે મુંબઈ રહેતો અને મૂળ શિકરાનો પટેલ પરિવાર મામેરૃ લઈને શિકારાથી વિજપાસર જઈ રહ્યો હતો ત્યારે દસ લોકો મોતના મુખમાં ધેલાઈ ગયા હતા. આ સિવાય અન્ય ૧૦ લોકો ઘાયલ પણ થયા હતા. જેઓને ભચાઉ, ગાંધીધામ અને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામં આવ્યા છે.

આ અંગે મળતી વિગતો મુજબ ભચાઉ તાલુકાના દુધઈ રોડ પર યુરો કંપની સામે રવિવારે સવારે ૯.૪૫ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. ટ્રેકટર નં. જીજે ૧૨ સીપી ૯૦૨૮માં શિકરાનો પટેલ પરિવાર સવારે વિજપાસર જવા રવાના થયો હતો. વિજપાસરમાં તેઓના નણંદ નવલબેન અંબાવીના એક પુત્રી અને બે પુત્રોના અખાત્રીજના લગ્ન યોજાનાર છે. જેના ભાગરૃપે પટેલ પરિવાર શિકરાથી સવારે ટ્રેક્ટરમાં સવાર થઈ વિજપાસર મામેરૃ લઈને જવા નિકળ્યા હતા. ત્યારે રસ્તા ખરાબ હોવાથી ટ્રેક્ટર ચાલકે રોંગ સાઈડમાં વાહન હંકારતા સામેણી લક્ઝરી બસ નં. જીજે ૧૮ ટી ૮૩૫૯ સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો.

અકસ્માત એટલો ખતરનાક હતો કે ટ્રેકટરમાં સવાર નવ લોકોનો તો સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થઈ ગયા હતા. બાકીના ૧૧ લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સની ભચાઉ તથા સામખીયાળી સહિતના વાહનોને સ્થળ પર બોલાવી ભચાઉની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોને પહોંચાડાયા હતા. સ્થળ પર નવ લોકોની લાશ અને ઘાયલોને લોહીલુહાણ હાલતમાં જોઈ વાહન ચાલકો, પોલીસ સહિતનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો.

એક બાજુ ઘાયલ બાળકોની ચીચીયારી અને મહિલાઓના આક્રંદ સાથેના રૃદને અરેરાટી ઉભી કરી હતી. પોલીસે જેસીબી બોલાવી ટ્રેક્ટર અને બસને સાઈડમાં કરી ટ્રાફિક થાળે પાડયો હતો. હોસ્પિટલમાં પટેલ સમાજ અને ગામના અગ્રણીઓ દોડી આવ્યા હતા. ધારાસભ્ય તથા એસપી સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ પણ પહોંચી આવ્યા હતા. પોલીસ દ્વારા દુર્ઘટનાની માહિતી મામલતદારને આપી હતી. બે બાળકોને વધુ સારવાર અર્થે રાજકોટ જ્યારે ત્રણ લોકોને ગાંધીધામ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બસ ગાંધીધામથી જાન લઈને ભચાઉના કુંભારડીજતી હતી.   ટ્રેક્ટરનો ચાલક ઘાયલ છે.

મૃતકમાં નાનજી સવજીભાઈ અનાવાડીયા (ઉ.વ.૯૦, શિકરા)નો પરિવાર ભોગ બન્યો હતો. તેઓના ત્રણ પુત્રો મુંબઈમાં રેડીમેડ કાપડાનો વ્યવસાય કરે છે. લગ્ન પ્રસંગે પરિવારની મહિલાઓ શિકરા આવી હતી.

અકસ્માતમાં મૃતક પામનાારા લોકો:એક કુંટુંબના સાતના મોત
આ દુર્ઘટનામાં સ્થળ પર નવ અને  સારવાર દરમીયાન એકનું મોત થયું હતું. જેમાં કંકુબેન ભીમાભાઈ અનાવાડીયા (ઉ.વ.૬૦),પમીબેન નરસિંહભાઈ અનાવાડીયા (ઉ.વ.૫૫),દયાબેન મુળજી અનાવાડીયા (ઉ.વ.૩૫),માનાબેન રતાભાઈ અનાવાડીયા (ઉ.વ.૫૦,શિકરા),નિશાબેન પેથા અનાવાડીયા (ઉ.વ.૧૭),રામાબેન માદેવા અનાવાડીયા (ઉ.વ.૬૦),કિશોર મુળજી અનાવાડીયા(ઉ.વ.૧૦), વિશાલ રમેશ અનાવાડીયા (ઉ.વ૨૦), નાનજીભાઈ સવજીભાઈ અનાવાડીયા (ઉ.વ.૯૦, તમામ શિકરા) તથા જિજ્ઞાાબેન ઈશ્વરભાઈ ભુટક (ઉ.વ.૨૫, વિજપાસર)નું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે મૃતક નાનજીભાઈ પોતે, તેની ચાર પુત્ર વધુ અને એક પ્રૌત્રનું એક સાથે અકસ્માતમાં મોત થયું હતું.  મૃતકમોમાં દયાબેન મુળજી અને કિશોર મુળજી માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. એક સાથે સાત લોકોના મોત થયા પરિવારનો માળો પિંખાઈ ગયો હતો.

Post Comments