Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભચાઉનો ટ્રોમા સેન્ટર ઉદઘાટનની રાહમાં : ગાંધીધામમાં ઓર્થોપેડીક સર્જન નથી !

- સરકારી હોસ્પિટલોની દયનીય હાલાત પણ અકસ્માતોમાં મોટી જાનહાનીનું એક કારણ

- ગંભીર ઘાયલોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં મોકલવા પડે છે

- તો ગરીબો પાસે તો ભુજ અથવા જિલ્લા બહારની સરકારી હોસ્પિટલ જવા સિવાય કોઈ ઉપાય નથી !

ગાંધીધામ,તા.૧૬ એપ્રિલ 2018, સોમવાર

રાજ્ય સરકાર ભુજ-ભચાઉ માર્ગનું અટકેલું કામ શરૃ કરવવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે જર્જરીત માર્ગથી બચવા શિકરા પાસે ટ્રેક્ટર ચાલકે રોંગ સાઈડ જતા દસ લોકોના મોત થયા હતા. તો રાજ્ય સરકારની બીજી પણ એક બેદરકારી બહાર આવી છે. કચ્છમાં અકસ્માતોમાં છેલ્લા કેટલાક સમયથી જાનહાનીનો આંકડો વધી રહ્યો છે. જેમાં સરકારી હોસ્પિટલમાં પુરતા તબીબો અને સાધનોનો અભાવ પણ એક કારણ છે.

 નેશનલ હાઈવે અને અનેક ઔધોગીક એકમો હોવા છતાં ભચાઉમાં એક વર્ષથી તૈયાર ટ્રોમા સેન્ટરને ચાલુ કરવામાં ભાજપના નેતાઓને રસ નથી. ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાં પણ વર્ષોથી ઓર્થોપેડીક તબીબની જગ્યા ખાલી છે. જેના કારણે આવા અકસ્માતોમાં લોકોને નાછૂટકે રાજકોટ, અમદાવાદ કે ભુજ રીફર કરવા પડે છે. રાજ્ય સરકારની આ બેદરકારીઓનો અંત આવે તે હવે જરૃરી બની ગયો છે.શિકરા અકસ્માત બાદ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ખરેખર આ અકસ્માતનો જવાબદાર કોન ? જો રાજ્ય સરકાર રોડનું કામ ઝડપથી પૂર્ણ કરી શકી હોત તો ટ્રેક્ટર ચાલકને રોંગ સાઈડમાં જવાની નોબત ન આવત. વળી ચોંકાવનારી વાત એ છે કે આ ખખડધજ માર્ગના કારણે ભુતકાળમાં અહી સેંકડો અકસ્માતો થયા છે. તેમ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી.

સરકારની બેદરકારી આટલાથી અટકતી નથી. ભચાઉ ખાતે મંજૂર થયેલું ટ્રોમા સેન્ટર એક વર્ષથી તૈયાર છે. પરંતુ કોઈ ભેદી કારણોસર સરકર ચાલુ કરતા નથી.  તો પૂર્વ કચ્છમાં ગાંધીધામ સ્થિત સરકારી હોસ્પિટલ રામબાગમાં પણ વર્ષોથી ઓર્થોપેડીક સર્જનની જગ્યા ખાલી છે. તે જગ્યા ભરવા ભાજપના કોઈ ચૂંટાયેલા નેતાઓને રસ નથી. નેશનલ હાઈવે, ઔદ્યોગીક એકમો, પોર્ટ સહિતના કારણે અહી અવાર-નવાર અકસ્માતો સર્જાય છે. તેમ છતાં સરકાર બેદરકારી છોડવા તૈયાર નથી. આદિપુર-ગાંધીધામમાં સામાન્ય અકસ્માતોમાં પણ અનેક વખત દર્દીઓને ભુજ રીફર કરાતા હોવાના કિસ્સા છે.

Post Comments