Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપમાં ખેંચતાણ અને જુથવાદ વચ્ચે આજે ગાંધીધામ પાલિકામાં કારોબારીની વરણી

- ચેરમેન તરીકે ચર્ચાતા નામ ઉપર જ પસંદગીનો કળશ ઢોળાશે કે ઉમેદવાર બદલાશે?

- હાંસીયામાં ધકેલાઈ ગયેલા સભ્યોના કમિટીઓમાં સ્થાન મેળવવાના હવાતીયા

ગાંધીધામ,તા.૧૧ જુલાઈ 2018, બુધવાર

ગાંધીધામ ભાજપનો જુથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યા બાદ ગુરૃવારે કારોબારી સહિતની વિવિધ સમિતીઓના ચેરમેનની વરણી અંગેની સામાન્ય સભા મળનાર છે. ગઈકાલે વાયરલ થયેલા શાસકપક્ષના નેતાના પત્ર અંગે હાલ પોલીસ ફરિયાદ કરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. તેવામાં ગુરૃવારની સામાન્ય સભામાં નક્કી મનાઈ રહેલા સિંઘી અગ્રણીને જ કારોબારી ચેરમેન બનાવાય છે કે બાગી જુથના સભ્યોના નામો આવે છે ? તેના પર શહેરીજનો અને પક્ષના સભ્યોની મીટ મંડાઈ છે.

ગાંધીધામ પાલિકા અને સંગઠ ન હવે તો બે નહી પરંતુ ત્રણથી ચાર જુથમાં વહેંચાઈ ગયું હોય એવું રાજકારણ શરૃ થયું છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ અવાર-નવાર પક્ષની આબરૃના ધજાગરા ઉડયા બાદ પાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પણ પ્રદેશકક્ષાએ લોબીંગનો દૌર શરૃ થયો હતો. તેમાં પણ ગાંધીધામ ભાજપના જુથવાદની પ્રદેશકક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી હતી.

પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ પણ એક જુથ હજુ હાર માનવા તૈયાર નથી. રાજકીય રમતો દ્વારા સ્વચ્છ છબી ધરાવતા આગેવાનોના બદલે તેના સ્થાને પોતાના માનીતાઓને ગોઠવવાનો ખેલ થોડા સમયથી શરૃ થયો છે. જોકે આ જુથ દ્વારા ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે કારોબારી ચેરમેન આદિપુરના અને સિંઘી સમાજને જ પ્રાપ્ત થશે તે નક્કી મનાઈ રહ્યું છે. અન્ય જુથ ગમે તેમ કરે પણ પોતાના માનીતાઓ ગોઠવી શકે તેમ નથી તેવું જાણકાર વર્ગ કહી રહ્યો છે.

તેથી જ કદાચ મંગળવારે છેલ્લા અખતરાના ભાગરૃપે શાસકપક્ષના નેતાની સહી ધરાવતો એકપત્ર વાયરલ થયો છે. આ પત્ર દ્વારા એક કાંકરે અનેક લોકોને ટાર્ગેટ કરી શકાય છે. પક્ષ અને શાસકપક્ષના નેતાએ આ પત્રને નકલી બતાવી પોલીસ ફરિયાદ કરવાની તૈયારીઓ શરૃ કરી છે.  ત્યારે જો ખરેખર આ પત્ર નકલી હોય તો આવું કામ કોને કર્યું હોય તેની પણ અટકળો શરૃ થઈ છે.

આવા પત્ર વાયરલ કરીને કોને ફાયદો થાય તે પણ તપાસવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે ગુરૃવારે ગાંધીધામ પાલિકાની સામાન્ય સભા યોજાશે. જેમાં પક્ષ પોતાના અગાઉના નિર્ણય પર કાયમ રહે છે કે વાયરલ થયેલા પત્ર બાદ નવા સભ્યની કારોબારી તરીકે પસંદગી ઉતારે છે તે સ્પષ્ટ થશે.

પોલીસ ફરિયાદની વાત આવતા ઘણાના ચહેરાના નૂર ઉડી ગયા!

ભાજપના જ કોઈ અસંતુષ્ટ સભ્યો દ્વારા આ પત્ર વાયરલ કરતા તો કરાઈ ગયો છે. પરંતુ વાયરલ કરનાર લોકો હવે અંદરો-અંદર મુંજાયા છે. કારણ કે પક્ષ પ્રમુખ દ્વારા આ અંગે હવે પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવી લેવાયું છે. ગુરૃવારની સામાન્ય સભા બાદ આ અંગે નિર્ણય લેવાશે. પોલીસ ફરિયાદની વાત આવતાની સાથે જ  અનેક સભ્યોના ચહેરા પરથી નૂર ઉડી ગયો હતો. આવા સભ્યો દ્વારા એકથી બીજા લોકોને સતત ફોન પર મારો ચલાવ્યો હતો.

પોલીસ ફરિયાદ થવાની શક્યતા નહીંવત, છેવટે આબરૃ તો ભાજપની જ જશે

આ મામલામાં કાં તો શાસકપક્ષનના નેતાએ પત્ર ખરેખર લખ્યો છે અથવા તેના લેટરપેડ અને સહીનો ઉપગોય કરી નકલી પત્ર બનાવાયો છે તેવી માત્ર બે સંભાવના છે. પક્ષ અને શાસકપક્ષના નેતાએ આ પત્ર નકલી હોવાનું કહી પોલીસ ફરિયાદ કરવાનું કહી ચૂક્યા છે. પરંતુ પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા નહીવત છે. કારણ કે તેમાં નુકસાન પક્ષને થાય તેમ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેમ છે. જેથી ભાજપમાં ભડકો વધવાની પણ શક્યતા છે. વળી જો પોલીસ ફરિયાદ નહી કરવામા આવે તો આ પત્ર શાસકપક્ષના નેતાએ જ લખ્યો હતો તેવો મેસેજ લોકોમાં જશે. ત્યારે પોલીસ ફરિયાદના મુદે પક્ષ મુંજવણમાં મુકાયો છે.

Post Comments