Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આદિપુરની મહિલાઓ બાવળની ઝાડીઓમાં શૌચાલય જવા માટે મજબૂર

- ખુલ્લામાં શૌચમૂક્ત શહેર અંગે ગાંધીધામ પાલિકાના ખોખલા દાવાઓની પોલ ખુલી

- વોર્ડ ૪/એમાં ભૂકંપ પહેલાની લાઈન બેસી જતા કામ આવે તેમ ન હોવા છતાં નવી લાઈન નાંખવામાં આવતી નથી

ગાંધીધામ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ગાંધીધામ નગરપાલિકાએ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર કરી શહેરને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરી દીધુ છે. પરંતુ વાસ્તવિક પરિસિૃથતી જુદી છે.  આદિપુરના વોર્ડ ૪/એ ટીઆરએસ વિસ્તારમાં ગટરલાઈન ચોકઅપ થઈ ગઈ હોવાના કારણે માં-બહેનોને બાવળની ઝાડીઓમાં શૌચાલય માટે જવું પડતું હોવાની ચોકાવનારી માહિતી બહાર આવી છે. આ વિસ્તારમાં લોકોએ ૧૦ દિવસમાં નવી લાઈન નહી નાંખવામાં આવે તો ગટરનું ગંદુ પાણી પાલિકામાં લઈ આવવાની ચીમકી આપવામાં આવી છે.

ગાંધીધામ નગરપાલિકા ગટર પાછળ વર્ષે કરોડો રૃપિયાનો ખર્ચ કરતી હોવા છતાં અનેક વિસ્તારોમાં ભયંકર સમસ્યા છે. પાલિકાના કામોમા ભાગબટાઈ (ટકાવારી) અને ભ્રષ્ટાચાર હવે તો ભાજપના નગરસેવકો ખુલ્લેઆમ સ્વિકારવા લાગ્યા છે. શહેરના અનેક વિસ્તારોની શેરીમાં બે-બે ગટરની લાઈન નાંખવામાં આવી છે. તો અમુક વિસ્તારોમાં વર્ષો જુની લાઈનો છે. આદિપુરના વોર્ડ ૪/એ ના ટીઆરએસ વિસ્તારના મકાન નં.૪૦થી૪૮ વચ્ચેની ગટર લાઈન ભૂકંપ પહેલાની છે.

ભૂકંપના કારણે આ લાઈન બેસી ગઈ હોવા છતા આજ દિન સુધી પાલિકાને અનેક રજૂઆત કરવા છતા નવી લાઈન નાંખવામાં આવી નથી. નગરસેવકોે લોકોની રજૂઆતો સાંભળતા નથી.આ અસુવિધાના કારણે અહીની મહિલાઓને કુદરતી હાજતે ખુલ્લામાં બાવળની ઝાડીઓમાં જવું પડે છે. તેવામાં ૧૦ દિવસની અંદર નવી ગટર લાઈન નાંખવાની માંગ કરવામાં આવી છે. નહી તો અહીના રહેવાશીઓ ભરાયેલી ગટરનું ગંદુ પાણી પાલિકામાં લઈ આવી વિરોધ કરશે.

Post Comments