Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કચ્છના ગામોમાં ચરિયાણની જમીન બાબતે ઉભો થતો ગરમાગરમીનો માહોલ

- વરસાદ બાદ સીમાડામાં ઘાસચારામાં વધારા બાદ

- કેટલાક ગામોમાં 'અન્ય ગામના લોકોએ પોતાના ઢોર ચરાવવા નહિં'ના લાગ્યા બોર્ડ : ગૌચર પર દબાણ હટાવવામાં પ

ભુજ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

કચ્છમાં ગત માસે સચરાચર વરસાદ બાદ મોટાભાગના ગામોના સીમાડા લીલાછમ ભાસી રહ્યા છે. સીમાડાઓમાં ઘાસચારો ઉગી નીકળવાને કારણે પશુધન માટે પરિસૃથીતીમાં સુધારો થયો હોવાનું દેખાઈ રહ્યું છે, પરંતુ કેટલાક સૃથળોએ ચરિયાણની જમીન માટે ગામોમાં ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. વાગડમાં એકાદ-બે ગામોમાં જાહેર સૃથળોએ 'આ ગામમાં અન્ય ગામના લોકોએ ૫ોતાના ઢોર ચરાવવા નહિં'ના બોર્ડ લગાવવામાં આવ્યા છે, જે પશુધન માટે સિૃથતી બગડી રહી હોવાના સંકેત દર્શાવી જાય છે.

છેલ્લા કેટલાક વર્ષથી ઔદ્યોગિકરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરની જમીનમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. કેટલાક ગામોમાં ગૌચરની જમીનો પર ભારે દબાણ થયું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. ત્યારે હવે ચરિયાણની જમીન બાબતે એક ગામમાં બીજા ગામના પશુને ચરવા પર મનાઈ ફરમાવવાના પ્રયાસથી ચર્ચાઓનો દોર શરૃ થઈ જવા પામ્યો છે.

ભચાઉ તાલુકાના એક ગામમાં બસ સ્ટેશન પાસે જ ગ્રામપંચાયત દ્વારા મસમોટું બોર્ડ મૂકીને ગામના સીમાડામાં અન્ય ગામના પશુપાલકોએ પેશકદમી કરીને પોતાના પશુઓ ચરાવવા નહિં અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવી પડશે તેવી સુચના આપવામાં આવી છે. આવી જ સિૃથતિ લખપત અને અબડાસા તાલુકાના ગામોમાં જોવા મળી રહી છે. થોડા સમય પહેલા આવી જ રીતે બન્ની વિસ્તારમાંથી હિજરત કરીને આવેલા પશુપાલકોને અંજાર તાલુકામાં ત્રણ ગામના લોકોએ પોતાના સીમાડામાં વસવાટ કરવા દીધો નહોતો.

ચાલુ વર્ષે કચ્છભરમાં ઘાસચારાની સિૃથતિમાં ભારે સુધારો આવવા પામ્યો છે ત્યારે વિવિધ સૃથળે ગામમાં અન્ય વિસ્તારના પશુઓ આવવા નહીં દેવાની નીતિએ માલધારીઓ માટે પરેશાનીની સિૃથતિ ઉભી કરી છે. આ મામલે વહીવટીતંત્ર દરમિયાનગીરી કરીને ચરિયાણ- ગૌચર બાબતે યોગ્ય નીતી ઘડે અને ગૌચરને દબાણમુક્ત કરાવે તેવી માંગ ઉભી થઈ રહી છે.

Post Comments