Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જખૌ પાસેથી બોટ સાથે ૭ પાકિસ્તાની માછીમારો ઝડપાયા

- અલ હીલાલ બોટને ભારતીય જળસીમામાં પ્રવેશતા પકડી પડાઈ

ભુજ, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ભારતીય તટરક્ષક દળે જખૌ નજીકથી સાત પાકિસ્તાની માછીમારો સાથે ભારતીય જળસીમામાં ઘુસેલી બોટ ઝડપી પાડી હતી.

મળતી માહિતી અનુસાર ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી બોટ કોસ્ટગાર્ડને પેટ્રાલીંગ દરમિયાન નજર આવતા કોસ્ટગાર્ડની ઈન્ટરસેપ્ટર બોટ મીરાબેન   તાબડતાડ ધસી જઈને અલ હીલાલ નામની  બોટને કોર્ડન કરીને માછીમારોને પકડી પાડયા હતા. પ્રાથમિક તપાસમાં છેલ્લે આ બોટ કરાચીથી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ પકડાયેલા માછીમારીમાં મુસ્તાક (ઉ.૩૦), અબ્દુલ અમીન (ઉ.૨૭), ફહાદ ખાન ( ઉ.૨૭), રોશન અલી( ઉ.૩૭), સયૈદ હુસેન(ઉ.૨૪), નોમાન (ઉ.૧૮), મોહંમદ રમજાન (ઉ.૧૭) નો સમાવેશ થાય છે.

Post Comments