Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભુજ નગરપાલીકાના વોર્ડ નં.૨ની પેટાચુંટણીમાં 48.21 ટકા મતદાન

- મતદાન મથક નજીક લોકોના ટોળા એકત્ર થતા એલસીબીનો કાફલો ધસી ગયો: પુરૃષોની સરખામણીએ મહિલાઓનું વધુ મતદાન

ભુજ, તા. 10 સપ્ટેમ્બર, 2017, રવિવાર

ભુજ નગરપાલીકાના વોર્ડ.૨ની પેટાચુંટણી આજે યોજાઈ હતી. ત્યારે મતદાન મથક બહાર વહેલી સવારથી જ કતદાતાઓની લાંબી કતારો લાગી ગઈ હતી. સવારના બે કલાકમાં જ ૧૨.૪૬ ટકા મતદાન નોંધાયું હતું. આમ ,સવાર થી જ ભીડ જોવા મળતા વધુ મતદાન થાય તેવી વકી હતી. પરંતુ સાંજ સુધીમાં માત્ર ૪૮.૨૧ ટકા જ મતદાન થયું હતું. બુથ નજીક લોકોના ટોળા એકત્ર થતા એલસીબીનો કાફલો ધસી ગયો હતો. અને લોકોના ટોળાને વિખેર્યા હતા.

ભુજ સુધરાઈના વોર્ડ નં.૨ના કોંગ્રેસી ઉમેદવારે પાણીના મુદે રાજીનામુ ધરી દીધું હતું. જેથી પેટાચુંટણી કરવાની નોબત આવી હતી. હવે આ વોર્ડમાં રાજીનામુ ધરીદેનારા કોંગ્રેસ પ્રેરિત સુલેમાન હીંગોરજા અને ભાજપ પ્રેરિત ઉમેદવાર સુલેમાન કુંભાર મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ચુંટણી ભારે રસાકસી ભરી બની ગઈ છે. ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. 

શીવનગર પ્રાથમીક શાળામાં વહેલી સવારે મતદાન શરૃ થાય તે પુર્વે જ મતદારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પ્રથમ બે કલાકમાં ૧૨.૪૬ ટકા મતદાન નોંધાયું હતું. આમ, ચુંટણીના માધાતાઓએ અંદાજ બાંધ્યો હતો. કે આ વખતે મતદાનની ટકાવારીનો આંક વધે તેવી શકયતાઓ છે. પરંતુ આ વખતે માત્ર ૫૨ ટકા જ મતો પડયાનું નોંધાયું હતું.

મતદાન મથક નજીક લોકોના ટોળા એકત્રીત થતા તેની જાણ એલસીબીને કરાતા ટીમ દોડી આવી હતી. અને લોકોને છુટા કર્યા હતા.શીવનગર પ્રાથમિક શાળા અને ભીડ પ્રાથમિક શાળા નં.૩ મતદાન બુથ રખાયા હતા. જયા ચુસ્તપોલીસ બંદોબસ્ત રખાયો હતો.૧૧ મતદાન મથકો પર મતદાનની વ્યવસૃથા રાખવામાં આવી હતી.

આ કામગીરી માટે ૬૧ કર્મીઓની પોલીંગ સ્ટાફમાં જવાબદારી સોપવામાં આવી હતી. વોર્ડ નં.૨ના ૧૦૪૨૯ પેકી ૫૦૨૯ મતદારોએ મતદાન કરતા ૪૮.૨૧ ટકાએ મતાિધકારનો પ્રયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ૪૭.૧૮ ટકા પુરૃષો અને ૪૯.૩૯ ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.. એકંદરે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Post Comments