Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બજુડ ગામે પરિણીતા પર શખસે દુષ્કર્મ આચર્યુ

- ઉછીના આપેલ રૃપિયા લેવા બોલાવી મારમારી ધાક ધમકી આપી દુષ્કૃત્ય કર્યા સંદર્ભે ફરિયાદ

ભાવનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ઉમરાળાના બજુડ ગામની સીમમાં ભાવનગર રહેતી પરિણીતાને રૃપિયા લેવા બોલાવી માર મારી ધાક ધમકી આપી શખસે દુષ્કર્મ કર્યા સંદર્ભે ગુનો નોંધાવા પામ્યો હતો.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર મુળ ઉમરાળા તાલુકાના બજુડ ગામના વતની અને હાલ ભાવનગરના કુંભારવાડામાં રહેતા ચાલીસ વર્ષીય મહિલાએ ઉમરાળા પો.સ્ટે.માં બજુડ ગામના યશપાલસિંહસહદેવસિંહ ગોહિલ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતંુ કે ઉક્ત શખસ સાથે ચાર વર્ષથી સંબંધ હોય અને તેણીએ ઉછીના રૃપિયા આપેલ

તેની ઉઘરાણી કરતા શખસે બજુડ આવવાનું કહેતા ગઈકાલે બપોરે ૧૨ કલાકના બજુડ ગામે વાવ જવાના રસ્તે ઉક્ત શખસે બળજબરી કરી તેણીને મારમારી ધાકધમકી આપી તેણીની ઈચ્છા મરજી વિરૃધ્ધ દુષ્કર્મ કરી જ્ઞાાતિથી અપમાનીત કર્યા હતા. બનાવના પગલે ઉમરાળા પોલીસે ઈ.પી.કો. ૩૨૩, ૩૭૬, ૫૦૬(૨) એકટ્રોસીટી એક્ટ તળે ગુનોદાખલ કરીકાનુની તજવીજ હાથ ધરી હતી.

Post Comments