Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જુના બંદર રોડ પર બે યુવાનોએ સામ-સામે છરીના ઘા ઝીંક્યા

- બન્ને યુવાનને સારવારમાં ખસેડાયા :અગાઉના ઝગડાની અદાવતે બનેલો બનાવ

ભાવનગર, તા.16 એપ્રિલ 2018, સોમવાર

શહેરના નવાબંદર રોડ પર વૈશાલી સીનેમા રોડ પર ગત રાત્રીના અગાઉ થયેલ બોલાચાલીની અદાવતે બે યુવાનોએ સામ-સામે છરીના ઘા મારી દેતા બન્નેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર બાપલી માતાના ખાટ શિવનગરમાં રહેતા રાજેશ ધનજીભાઇ ગુજરીયા (ઉ.વ.૨૦)એ ગંગાજળીયા પોસ્ટેમાં યોગેશ ઉર્ફે લાલો પ્રતાપભાઇ બારૈયા અને તેનો ભાઇ પેમા સામે ફરીયાદ નોંધાવી હતી કે ગત રાત્રીના ૯ કલાકના મેલડીમાતાના મંદિર પાસે જૂના બંદર રોડ પર શનિવારે રાત્રે ખોડિયાર મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે ઝગડો થયેલ તેની દાઝ રાખી તેને છરીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી.

જ્યારે સામાપક્ષે ટેકરી ચોકમાં રહેતા યોગેશભાઇ ઉર્ફે લાલાભાઇ પ્રતાપભાઇ બારૈયાએ ગંગાજળીયા પોસ્ટેમાં કાળો લંગી જેનુ અને તેનો ભાઇ શેલો સામે ફરીયાદ નોંધાવી હતી કે ગત રાત્રીના ૯ કલાકે વૈશાલી સીનેમા રોડ મેલડી માતાના મંદિર પાસે અગાઉ તેનો ભાઇ માતાજીના માંડવામાં દર્શન કરવા ગયેલ ત્યારે કાળુ છરી વડે ઇજા કરી નાસી ગયેલ બાદ શનિવારે રાત્રે ખોડિયાર મંદિર જતા બોલાચાલી થયેલ તેની દાઝ રાખી તેને છરીનો ઘા મારી માર મારી ઇજા કરી હતી. બનાવના પગલે પોલીસે સામ સામે ફરીયાદ દાખલ કરી તજવીજ હાથ ધરી હતી.

Post Comments