Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિલ્ડરના અપહરણના મામલે વધુ બે શખસની ધરપકડ

- ક્રેસન્ટ સર્કલ પાસેથી બિલ્ડરનું કારમાં અપહરણ કરી માર મરાતા ગુનો નોંધાયો હતો

ભાવનગર, તા.16 મે 2018,બુધવાર

શહેરના ક્રેસન્ટ સર્કલ નજીકથી બિલ્ડરનું કારમાં આવેલ શખસો ધોળા દિવસે અપહરણ કરી નાસી છૂટતા પોલીસે નેત્રની મદદથી કારનો નંબર મેળવી કાળિયાબીડના મકાનમાંથી બિલ્ડરને છોડાવી બે શખસને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે જુની સાગવાડીના શખસોની ધરપકડ કરી લઈ કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારના આરાધના ટાવરમાં રહેતા યોગેશભાઈ બાલશંકરભાઈ ધાંધીયાનું ક્રેસન્ટ સર્કલ નજીકથી સવારે ૧૧.૪૫ના સુમારે મારૃતી વાનમાં આવેલ ચાર શખસો અપહરણ કરી નાસી છુટયા હતા.

ઘટનાની જાણ થતાં ઘોઘારોડ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી સીસી ટીવી કમેરાની મદદથી વાનનો નંબર મેળવી શહેરના કાળિયાબીડ સાગવાડીમાં રહેતા વનરાજસિંહ મંગળસિંહ ગોહિલનાં મકાનમાં સર્ચ કરી અપહત યોગેશભાઈને છોડાવી વનરાજસિંહ ગોહિલ અને ધીરૃભા ઉર્ફે ધીરેન્દ્રસિંહ જીલુભા જાડેજા (રે. કચ્છ)ની ધરપકડ કરી લઈ મારૃતી વાન નંબર જી.જે. ૪ બી.ઈ. ૬૦૫ કબ્જે લીધી હતી.

દરમિયાન ઘોઘારોડ પો.સ્ટે.ના પી.આઈ. ઈશરાણી સહિતના સ્ટાફે ગુનાના કામે ફરાર સુરેશ ઉર્ફે ગગો રવજીભાઈ બારૈયા (ઉ.વ.૩૪) અને સુનીલ ઉર્ફે ભોલો કાંતિભાઈ ઢાપા (ઉ.વ.૨૨ રે. બન્ને જુની સાગવાડી કાળીયાબીડ)ની ધરપકડ કરી લીધી હતી.

દરમિયાન ઘોઘારોડ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે ચારેય શખસોને રોડ પર બહાર કાઢી ક્રેસન્ટ સર્કલમાં ઉઠક-બેઠક કરાવી હતી અને ગળામાં પાટિયા પહેરાવ્યા હતા. જ્યારે ઘોઘારોડ પોલીસે તમામની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તમાના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું ઘોઘારોડ પોલીસ મથકથી જાણવા મળ્યું હતું.

Post Comments