Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આડોડીયાવાસમાં યુવાનની હત્યા કરનાર બે શખસ રીમાન્ડ પર

- ભાંગલીગેટનાં યુવાનને છરીનાં જીવલેણ ઘા મારી ખેડૂતવાસનાં શખસોએ હત્યા કરી હતી

ભાવનગર, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

શહેરનાં આડોડીયાવાસ વિસ્તારમાં મિત્રની સાથે ઈલેક્ટ્રીક કામ અર્થે ગયેલ ભાંગલીગેટનાં યુવાન સાથે નજીવી બાબતે બોલાચાલી કરી ખેડૂતવાસનાં બે શખસોએ છરીનાં જીવલેણ ઘા મારી દેતા યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. જેનાં પગલે પોલીસે બંન્ને શખસોની ધરપકડ કરી લઈ આજે કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરનાં તળાજા રોડ ભાંગલીગેટ વિસ્તારમાં આવેલ આઝાદનગર જૈન બોર્ડીંગ બાજુમાં રહેતા સુરેશભાઈ જીણાભાઈ રાઠોડ (ઉં.વ.૨૬) બે દિવસ પૂર્વે તેના મિત્ર જીગ્નેશભાઈ નટવરભાઈ પોંદા સાથે શહેરનાં આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા ભીખાભાઈ કનુભાઈ પરમારના મકાને ઈલેક્ટ્રીક કામ અર્થે ગયા હતા, 

તે વેળાએ ખેડૂતવાસ વીસ્તારમાં રહેતા ભાવેશ હરગોવિંદભાઈ બાંભણીયા અને રામો દીનેશભાઈ વાઘેલા આવી બોલાચાલી કરતા સુરેશભાઈએ તેની જ્ઞાાતી વિશે ન બોલવાનું કહેતા બન્ને શખસોએ ઉશ્કેરાઈ રામાએ સુરેશભાઈને પકડી રાખી ભાવેશે છરીનાં જીવલેણ ઘા મારા દેતા સુરેશભાઈને સારવારમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમીયાન તઓનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો હતો.

ઉક્ત રક્તરંજીત ઘટનાનાં પગલે ઘોઘા રોડ પોલીસે આઈપીસી ૩૦૨ તળે ગૂનો દાખલ કરી ભાવેશ બાંભણીયા અને રામા વાઘેલાની ધરપકડ કરી લીધા બાદ આજે સાંજે રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બંન્નેનાં તા.૧૩ સુધીનાં રીમાન્ડ મંજૂર કર્યા હોવાનું ઘોઘા રોડ પોલીસે જણાવ્યું હતું.

Keywords Two,killers,on,remand,

Post Comments