Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જિલ્લામાં ૧૯૪૨-૪૩માં હિંસક અને અહિંસક પ્રવૃત્તિઓ થઈ હતી

- ઓગસ્ટ, ૧૯૪૨ની 'અંગ્રેજો, ભારત છોડો ચળવળ'નું અમૃત પર્વ

- એક જ મહિનામાં ત્રણ વાર ઘોઘાની ટપાલ લૂંટાયેલી : પોસ્ટમેન દ્વારા બૂમાબૂમ થતા ઘોઘા-ઉમરાળા વચ્ચે દોઢસો

ભાવનગર, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ઓગસ્ટ, ૧૯૪૨ની 'અંગ્રેજો, ભારત છોડો ચળવળ'નું હાલ અમૃત વર્ષ (ઈ.સ. ૧૯૪૨-૨૦૧૭) ચાલી રહ્યું છે. બસ્સો વર્ષથી અંગ્રેજોની ગુલામીની બેડીઓમાં ઝકડાયેલી માતૃભૂમિના મુક્તિ આંદોલનમાં અનેક નામી-અનામી લોકોનું યોગદાન રહ્યું હતું. એ સમયમાં જિલ્લામાં હિંસક અને અહિંસક પ્રવૃત્તિઓ થઈ હતી.
સને ૧૯૪૩ દરમિયાન ઘોઘાની ટપાલ લૂંટવામાં આવી હતી. એક માસમાં ત્રણ વાર ટપાલ લૂંટાઈ હતી. ચળવળકારોએ બહારવટિયા હયાતખાન, ગોવિંદા સોની વગેરેની મુલાકાત લઈ તેમની મદદ લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં ઝાઝી સફળતા મળી નહોતી. હા, એક ક્ષત્રિય તરફથી ક્રાંતિકારીઓને દેશી તમંચો મળ્યો હતો. જેની મદદથી ઘોઘામાં લૂંટ કરાઈ હતી. પોસ્ટમેન દ્વારા બૂમાબૂમ થતા ઘોઘા-ઉમરાળા વચ્ચે ૧૦૦થી ૧૫૦ લોકો પાછળ પડયા હતા. જેમાં ગુણવંતરાય પુરોહિત અને જશવંતભાઈ મહેતા ઝડપાઈ ગયા હતા. તેમને ઉમરાળાની કાચી જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાં તેમને માર પડયો હતો. જમતી વખતે નજર ચૂકવીને તેઓ નાસી છૂટયા હતા. જશવંતભાઈ મહેતાના સાથીદાર ગુણવંતરાય પુરોહિત રસ્તામાં ખાડો આવવાથી પડી જતા પકડાઈ ગયા હતા. જ્યારે જશવંતભાઈ મહેતા ભાલના રતનપુર થઈ અમદાવાદ તરફ નાસી છૂટયા હતા. ગુણવંતરાય પુરોહિતને વળાના પ્રેમચંદભાઈ શાહ, નાથાલાલ ચંદારાણા, રમણિકભાઈ પુરોહિત વગેરે મળવા માટે આવ્યા હતા અને ગુપ્ત રીતે નસાડવામાં મદદ કરી હતી. ત્યાંથી કાળુભાર નદી તરીને લાઠી-અમરેલી થઈને તરવાડા ગયા હતા.
તેઓ ઉત્તર ગુજરાત તરફ થઈને વીરમગામ-લીલાપુર વચ્ચેની આગગાડીઓ લૂંટવામાં ભાગ લીધો હતો.
ભરૃચ જિલ્લામાં છોટુભાઈ પુરાણીની સાથે મળીને ગુણવંતરાય પુરોહિત, ગજાનનભાઈ પુરોહિત તથા તેના ભાઈએ પંચમહાલ અને ભરૃચ જિલ્લાની ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આમ, ગુણવંતરાય પુરોહિત, અનંતરાય મહેતા, નારણભાઈ કાનજીભાઈ વગેરેએ 'હિંદ છોડો ચળવળ' ટપાલ લૂંટવાની, તારના દોરડા કાપવાની અને ટ્રેન પર છાપો મારી ટપાલ લૂંટવાની પ્રવૃત્તિ થતી રહી હતી.
આજ અરસામાં ગાંધીજીની સલાહથી સરદાર પૃથ્વીસિંહે આત્મ સમર્પણ કર્યું હતું. તેમને પંજાબની જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાંથી છૂટીને તેઓ ભાવનગર આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં ઓગસ્ટ, ૧૯૪૨થી એપ્રિલ, ૧૯૪૩ દરમિયાન ભાંગફોડ પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાઓ તથા ઉત્તર ગુજરાત અને ભરૃચ જિલ્લામાં શ્રી પુરોહિતની પ્રવૃત્તિ શરૃ રહી હતી. આમ, ૧૯૪૨ની હિંદ છોડો ચળવળમાં અહિંસક અને હિંસક પ્રવૃત્તિ દ્વારા આઝાદી જંગ ચાલુ રહ્યો હતો.

Post Comments