Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિહોર શહેરમાં ઠેર ઠેર જામેલા ગંદકીના થરને કારણે રોગચાળો વકર્યો

- મેલેરિયા, ડેન્ગ્યુ અને હાલ ચીકન ગુનીયાના રોગથી દર્દી પીડાય રહ્યાં છે : આરોગ્ય તંત્ર દ્વારા પગલા ક્

સિહોર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

સિહોર શહેરમાં નિયમિત સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીના ગંજ જામવા લાગ્યા છે અને બજારોમાં ઉભરાતી ગટરોને કારણે મચ્છર, માખીનો ઉપદ્રવ પણ વધતા માંદગીના ખાટલા ઘરે ઘરે જોવા મળી રહ્યાં છે. સિહોર શહેરની સીતેર હજારની વસ્તી ધરાવતું શહેર હોય આમ જનતાના પ્રાણ પ્રશ્નો જેવા કે પાણી, ગટરના કે ગંદકીઓના પ્રશ્નોનો પણ હલ થતો નથી.

હાલ દિવાળીના તહેવારો આવતા હોય ત્યારે સામાન્ય માણસ પણ પોતપોતાના ઘરોમાં સાફ સુફ કરાવે છે. ત્યારે સિહોર નગરપાલિકાના અંધેર વહીવટના અધિકારી પાણીમાં બેસી જઈને પ્રજાના આરોગ્ય માટે પણ ધ્યાન નથી આપતું. હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળે છે અને દિન પ્રતિદિન રોગચાળો વકરતો જાય છે.

મેલેરિયા તાવ, ડેન્ગ્યુ, ટાઈફોડ, તેમજ હાલ ચીકનગુનિયાનો રોગચાળો વકરયો છે છતાં સિહોર શહેરમા ંજ્યાં ત્યાં ઉભરાતી ગટરો રોજે રોજ ઉભરાય છે તેમજ જ્યાં ત્યાં ઉકરડાઓ તથા કચરા પેટીઓ પણ સમયસર ઉપડાતી નથી મેનબજારોમાં પણ દરરોજ ગંદકીના પાણી ઉભી બજારોમાં વહેતા રહે છે આવી જ રીતે સિહોર શહેરના દરેક વોર્ડમાં તથા ખાચા ગલ્લીઓમાં આવી ગંદકીઓના થરો લાગી જવાના કારણે આજુબાજુ વસતા નાગરિકને રહેવું પણ મુશ્કેલ ભર્યુ બની ગયું છે.

આવાગંદકીના કારણે માંખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સાંજ પડે અને મચ્છરોના ત્રાસ એટલી હદે વધ્યો છે કે મધપુડાની માખીઓ ઉડતી હોય તેમ મચ્છરો જોવા મળે છે. જેના કારણે હાલ સિહોર શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને પ્રાઈવેટ દવાખાનાઓમાં દર્દીઓનીલાંબી લાંબી કતારો લાગે છે તો આ અંગે સિહોર નગરપાલિકાનું અંધેર તંત્ર પોતાની કુંભકર્ણ નિદરમાંથી જાગીને સિહોરના દરેક વોર્ડમાં તથા ખાચાગલ્લીઓમાં ઉભરાતી ગટરો બંધ કરાવી તથા સમયસર ઉકરડા, પેટીઓ ઉપાડી જંતુનાશક દવાનો છંટકાવ કરવા આમ જનતાઓની માંગ ઉઠવા પામી છે.
 

Post Comments