Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં અદ્રશ્ય ભાજપના નેતાઓની સાઠગાઠથી થઈ રહેલા ગેરકાયદે બાંધકામ

- સામાન્ય વ્યક્તિને રીપેરીંગ કે નવા બાંધકામ માટે નિયમો બનાવાય છે તો આવા ગેરકાયદે બાંધકામ સામે પગલા ક

ભાવનગર, તા.13 જૂન 2018, બુધવાર

શહેરમાં જુના બાંધકામની જગ્યાએ નવુ બાંધકામ કરવું હોય તો અનેક નિયમો બતાવી સામાન્ય અરજદારને નેવાના પાણી મોભે આવી જાય છે. જ્યારે છેલ્લા લાંબા સમયથી ભાજપના અદ્રશ્ય નેતાઓ શહેરમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી નવા બાંધકામો કરી રહ્યા છ ત્યારે કોર્પોરેશન દ્વારા પગલા કેમ લેવાતા નથી.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલ રોડ ટચ અનેક જુના મકાન સત્તાધારી પક્ષના મળતીયાઓ દ્વારા ખરીદાયને જમીનદોસ્ત કરી કોર્પોરેશનના નિયમોની ઐસીતૈસી કરીને નવેસરથી બાંધકામ કોઈપણ માર્જીન છોડયા વગર શરૃ કરવામાં આવેલ છે. કોર્પોરેશનના નિયમોને તાક ઉપર રાખીને ભાજપના અદ્રશ્ય ભાગીદાર દ્વારા બાંધકામમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

આ માટે કોર્પોરેશનના કમિશનર તથા બાંધકામ ખાતાના જવાબદાર અધિકારી આ બાબતે પોતાના સંજ્ઞાાનમાં લે નહીતર આમ માણસને કોર્પોરેશન ઉપર થોડો પણ ભરોસો છે તે રહેશે નહીં. શહેર ભાજપની આડમાં આવા તો કેટલાય બાંધકામો શહેરની મધ્ય નિયમોને ઐસીતેસી કરીને ચાલી રહ્યા છે. સામાન્ય માણસને જ્યારે જુનામાંથી સંપૂર્ણ નવું બાંધકામ કરવું હોય તો કેટલાય નિયમો તથા પાર્કીંગના નિયમો કાયદા પ્રમાણે હેરાન પરેશાન કરી મુકે છે. જ્યારે આ ભ્રષ્ટાચારના બાંધકામ કરનારને કોઈ જ કહેવાવાળુ નથી.

Post Comments