Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમલ ગામે મકાનમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

- પોલીસના દરોડા દરમિયાન શખસ ફરાર

ભાવનગર, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ગારીયાધારના ચોમલ ગામે રહેણાકી મકાનમાં બાતમી રાહે ગત મધ્યરાત્રીનાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૃની બોટલ ઝડપી પાડી હતી. જ્યારે પોલીસ દરોડા દરમિયાન શખસ ફરાર બન્યો હતો.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે રહેતા દાફલસિંહ ગોવિંદસિંહ ગોહિલના કબ્જા ભોગવટાના મકાનમાં વિદેશી દારૃ છુપાવાયો હોવાની પૂર્વ બાતમી આધારે ગારીયાધાર પો.સ્ટે.ના પી.એસ.આઇ. સહિતના સ્ટાફે ગત મધ્યરાત્રીનાં ૨.૩૦ના સુમારે દરોડો પાડી તપાસ હાથ ધરતા મકાનના રસોડામાં ગેરકાયદે છુપાવી રખાયેલ વિદેશી દારૃની ૧૮૦ બોટલ મળી આવતા કબ્જે લીધી હતી.

જ્યારે પોલીસ રેડ દરમિયાન શખસ ફરાર બન્યો હતો. બનાવના પગલે ગારીયાધાર પોલીસે દાફલસિંહ ગોહિલ વિરૃદ્ધ પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
 

Post Comments