Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુભાષનગરનો શખસ વિદેશી દારૃ અને બીયરના જથ્થા સાથે ઝડપાયો

- શહેર ફરતી સડક પરથી

- મહારાષ્ટ્રથી દારૃ મેળવી ભાવનગર લાવી રીક્ષામાં મધ્યરાત્રીનાં હેરફેર કરતો હતો

ભાવનગર, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

શહેરના ભરતનગર વિસ્તારની શહેર ફરતી સડક મધ્યરાત્રીના રીક્ષામાં વિદેશી દારૃ અને બીયરની હેરફેર કરતા સુભાષનગર વિસ્તારના રિક્ષા ચાલકની બાતમી આધારે ભરતનગર પોલીસે ધરપકડ કરી લઇ વિદેશી દારૃ, બીયર, રીક્ષા અને બે મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ શખસની પુછપરછ કરતા દારૃનો જથ્થો મહારાષ્ટ્રથી લઇને આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર પોલીસ મથકના પી.આઇ. જે.એમ.ચાવડા સહિતનો સ્ટાફ ગત રાત્રીનાં નાઇટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ સ્ટાફના એઝાઝખાન પઠાણને બાતમી રાહે હકીકત મળેલ કે ભરતનગર વિસ્તારના લાલાબાપા ચોક તરફથી શિવાજી સર્કલ તરફ જતા રોડ પરથી ઓટો રીક્ષા નંબર જી.જે.૧૩ એ.ટી. ૮૪૯૧માં પરપ્રાંતિય વિદેશી દારૃનો જથ્થો ભરી નિકળવાની હોય જે બાતમી આધારે શહેર ફરતી સડક ઉપર આવેલ કેસરીયા ઢાબા પાસે રોડ પર વોચમાં હતા તે વેળાએ ઉપરોક્ત રીક્ષા પસાર થતા તેને અટકાવી રીક્ષા ચાલકનું ભાવેશ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૩૩, રે.પચ્ચીસ વારીયા, સુભાષનગર પુલ પાસે)ની અટકાયત કરી રીક્ષાની તલાશી લેતા તેના કંતાનના થેલામાં આગળ અને પાછળનાંભાગે તેમજ બોક્સમાં રહેલ વિદેશી દારૃ બકાડી કંપનીના ૭૫૦ એમ.એલ.ની ૫ બોટલ, ડી.એસ.પી. બ્લેક કંપનીની ૧૮ બોટલ, કિંગફીશર, હેવડ્સ ૫૦૦૦ બીયર ટીન ૧૨૦ મળી આવતા પોલીસે શખસની વિદેશી દારૃ, બીયર, બે મોબાઇલ, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ ધરપકડ કરી તેના વિરૃદ્ધ પ્રોહીબીશન એક્ટ ૬૫ (એ.ઇ.), ૧૧૬ બી, ૯૮(૨) મુજબ ગુનો દાખલ કર્યો હતો.

દરમિયાન શખસની પુછપરછ કરતા વિદેશી દારૃ અને બીયરનો જથ્થો મહારાષ્ટ્રથી મેળવી જુદા જુદા વાહનોમાં ભાવનગર લાવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી.

Post Comments