Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધંધુકામાં શિવરાત્રિના તહેવાર ટાણે શકરીયાના કાળાબજાર

- જથ્થાબંધ બજારમાં ૧૩ના ભાવે મળતા શકરીયા ૪૦ રૃપિયે કિલો લેખે વેચાયા

ધંધુકા, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

ધંધુકા શહેર અને પંથકમાં શિવરાત્રીના પર્વમાં શકરીયાના ભાવ આસમાને રહ્યા હતાં. જેના કારણે ફરાળ કરી ઉજવાતો શિવરાત્રીનો તહેવાર અન્ય તહેવારોની જેમ ઉજવવામાં ખર્ચાળ બન્યો હતો.

આધારભૂત મળેલ માહિતી મુજબ ધંધુકા શહેરના શાકભાજીના હાટડાવાળાઓએ શકરીયાના ભાવમાં એકદમ વધારો કરી દીધો હતો. સામાન્ય દિવસો કરતા શિવરાત્રી એ શકરીયાનો ફરાળમાં ઉપયોગ મોટાપાયે થાય છે. જેનો લાભ ઉઠાવવા જથ્થાબંધ બજારમાં ગુલાબી લાલ શકરીયા રૃા.૧૩ના કીલોના ભાવે લાવી છુટક રૃા.૪૦માં શકરીયા વેચાયા હતા. તેવી જ રીતે સફેદ શકરીયા જથ્થાબંધ કિલોના રૃા.૯ની ખરીદી સામે છુટકમાં રૃા.૩૦ના ભાવે શાકભાજીની હાટડીઓવાળાએ વેચ્યા હોવાના આધારભૂત અહેવાલો મળ્યા છે. આમ જનતાને તહેવારોમાં જ લૂંટી લેવામાં આવે છે. ભાવનું કોઇ નિયંત્રણ નથી. છૂટક ભાવ આસમાને રહેતા ના હુકના લોકો ખરપાય છે. આની કોઇ દવા ખરી ?

Post Comments