Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરાળાના ગંગાસતીના આશ્રમનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાયો

- મેરૃ તો ડગે પણ જેના મનનો ડગે... પાનબાઇ

- આશ્રમના વિકાસ માટે પ્રથમ તબક્કે ૫.૬૪ કરોડની ફાળવણી રાજ્ય સરકારના નિર્ણયથી ભાવિકોમાં આનંદની લાગણી

ઉમરાળા, તા.26 એપ્રિલ 2017, બુધવાર

મેરૃ રે ડગે, પણ જેના મન નો ડગે.. શીલવંત સાધુને વારે વારે નમીએ, વીજળીના ચમકારે મોતી પરોવવું પાનબાઇ, કળજુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસરે.., જેવા બાવન સરળ, લોકભોગ્ય ભાષામાં ભજનો રમી વેદ-પુરાણો પ્રાચીન ગ્રંથોમાં રહેલા ગહન તત્વજ્ઞાાનને સમાજ સમક્ષ રજૂ કરનાર ગંગસતીનો આશ્રમ ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે કાળુભાર નદીના કાંઠે વિશાળ જગ્યા પર આવેલ છે. આ પવિત્ર આશ્રમનો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કરીને આશ્રમના વિકાસ માટે પ્રથમ તબક્કે રૃા.૫.૬૪ કરોડ ફાળવતા ઉમરાળા તાલુકામાં તેમજ વિશાળ ભાવિક સમુદાયમાં આનંદની લાગણી પ્રસરી છે.

ગંગાસતી તેમા પતિ કરળસંગ ભગનત અને શિષ્યા પાનબાઇના સમઢિયાળા સ્થિત આરાધના ભૂમિ તથા સમાધિ સ્થળ પર આ આશ્રમ આવેલ છે. ત્યાં વિશાળ મંદિર પણ છે. સંતભક્ત ત્રિપુટીના જીવન અને કવન વિશે અગાઉ અનેક દંતકથાઓ, માન્યતાઓ પ્રચલિત હતી.

ગુજરાતના એક વખથના સંનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ આઇ.પી.એસ. અધિકારી શ્રી મજબુતસિંહજી જાડેજાએ પોતાની સેવા નિવૃત્તિ બાદ સમઢિયાળાની સંતભક્ત ત્રિપુટી વિશેની દંતકથાઓનાં ઝાળા દુર કરીને ઔતિહાસિક હકીકતો ઉજાગર કરવા સતત પાંચ વર્ષ સુધી સંશોધનકાર્ય કર્યું. અનેક ગામો, શહેરો, કચેરીઓ, શાળાઓ, વ્યક્તિઓ વગેરે જ્યાં જ્યાંથી દસ્તાવેજી આધારો સાથે માહિતી મળે તે દરેકની રૃબરૃ મુલાકાતો લઇને આધારભુત માહિતી એકત્ર કરી અને તેનું સંકલન કરીને સંતભક્ત ત્રિપુટીની સંશોધન પરક સંક્ષિપ્ત જીવનકથાનું ઐતિહાસિક માહિતી સામેના પુસ્તકનું ૧૯૯૩માં પ્રકાશન કર્યું તથા સંશોધન કાર્યના સમય દરમિયાન સમઢિયાળા ખાતે સ્થાનિક અને આજુબાજુના અનેક ગામોના ભાવિકોના સહકારથી આશ્રમ, સમાધિ મંદિર તથા અન્ય મંદિરો વગેરેનું નિર્માણ પણ કર્યું. ત્યારથી સમઢિયાળા ગંગસતી-પાનબાઇ આશ્રમની મુલાકાતે આવતા ભાવિકોની સંખ્યા વધી. ઇ.સ.૨૦૧૪ના માર્ચની તા.૮ થી ૧૬ સુધી પૂ.મોરારીબાપુની કથા માનસ ગંગાસતીનું સફળ આયોજન થયું.

આ કથા પછીના વર્ષોમાં સમઢિયાળા આશ્રમ ખાતે ભાવિકોનો દૈનિક પ્રવાહ વધતો રહ્યો. મોરારીબાપુની કથાના યજમાન પદે રહેલા દયાળભાઇ પટેલે સપ્ટેમ્બર ૨૦૧૬માં ગંગાસતી આશ્રમ, સમઢિયાળાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવવા રાજ્ય સરકારમાં લેખિત દરખાસ્ત કરી. તેના અનુસંધાને સરકાર દ્વારા નિયમ મુજબ સ્થળ તપાસ વગેરે પ્રક્રિયાઓ પૂર્ણ કરાવ્યા બાદ સમઢિયાળા સ્થિત ગંગાસતી-પાનબાઇ આશ્રમને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવીને તેના વિકાસ માટે રૃા.પાંચ કરોડ ચોસઢ લાખ ફાળવવામાં આવ્યા હોવાના સમાચારો સમગ્ર તાલુકામાં તથા અસંખ્ય ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરાવી છે.

Post Comments