Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમીન ઉપરની મહેસુલી વસુલાતના પ્રશ્ને મતદાન બહિષ્કારની ચીમકી

- વિઠ્ઠલવાડી નવજીવન સોસાયટી

- ૧૫-૧૫ વરસથી લટકતા પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો ચૂંટણી બહિષ્કારનું એલાન

ભાવનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

શહેરના વિઠ્ઠલવાડી નવજીવન સોસાયટીના પ્રમુખે જમીન ઉપર મહેસુલી વસુલાતનો વિરોધ કરી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ચકચાર મચી હતી. આ સોસાયટી ૧૯૮૧ પહેલાની અસ્તિત્વ ધરાવે છે. કહેવાતા પ્રજાતંત્રમાં જાહેર કાર્ય માટે પડતી મુશ્કેલી હાડમારીની વાસ્તવિક્તાની અંધારી બાજુથી અજાણ રહેતા નેતાઓ વચન પાલનમાં પીછે હઠ કરતા હોય છે

કારણ કે સત્તાના મદમાં મસ્ત બની લોકોની હાડમારી ભુલી જઇ પોતાની ભાવી પેઢી માટે જર-જમીનો એકઠી કરવા રાત દિવસ પ્રયત્નો કરતા હોવાથી સામાન્ય પ્રજા અંદરો અંદર ચર્ચા મંથન કરી વ્યર્થ બળાપો કાઢી કહેવાતી લોકશાહીના ભોગ બનતા હોય છે. પણ તેનું સાંભળનાર કોણ ?

અંતે જ્યારે સામુહિક રોષ પ્રગટ થાય ત્યારે પીડીત પ્રજાજનો કહેવાતી ચૂંટણીનો સામુહિક બહિષ્કાર-મતદાનથી અળગા રહેવાના અંતિમ ચરણનો આશરો લેવા મજબુર બને છે. આવા સમયે ઉમેદવારો તથા લોકતંત્રના અધિકારીઓ રાતો રાત દોડા દોડી કરી સમજાવટના સઘન પ્રયાસો કરતા હોય છે, તેવી આ સત્ય અને વાસ્તવિક પરિસ્થિતિ સર્જાતી હોય તે તંત્ર વાહકો માટે નાલેશી ભરી હકીકત છે.

આવી જ પરિસ્થિતિ ભાવનગર શહેરના ૧૦૫ પશ્ચિમ મત વિસ્તારના વડવા-બ વોર્ડમાં આવેલ નવજીવન હાઉસીંગ સોસાયટીની છે. સત્ય હકીકત એવી છે કે, મહેસુલ ધારા તળે ૧૯૮૧ પહેલાની રહેણાંકીય સોસાયટીની જમીન ઉપર મહેસુલી વસુલાત નહીં કરવાના કાયદેસરનો નિયમ અમલી હોવા છતાં વર્ષ ૨૦૦૩થી મહેસુલી તંત્ર નોટીસો આપી પજવણી કરી રહ્યાં છે.

સોસાયટી દ્વારા વસુલાત માફીની કાર્યવાહી કરવાને બદલે મિલ્કત જપ્તી કરવાના જુલ્મી પગલા લેવામાં આવતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તમામ દસ્તાવેજી પુરાવા સાથે રૃબરૃ રજૂઆત પરામર્શ કરવા છતાં છેલ્લા ૧૪-૧૫ વર્ષોથી આ સામાન્ય નિયમોનુસારની હકીકત ઠેરની ઠેર રહેલ છે. જેનો ભેદ ગહન છે. નેતાજીના કહેવાતા લોક દરબારમાં પણ સામુહિક રજૂઆત સમયે અપાયેલ વચન-ખાત્રી સુરસુરીયા સમાન પોકળ જણાયેલી છે.

સરકારી ફરીયાદ નિવારણના કાર્યક્રમ વખતે મહેસુલી તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્માની જેમ ઉઠા ભણાવી સામુહિક પ્રશ્નને દબોચી ઠેરના ઠેર રાખવાના વખતો વખત તંત્ર દ્વારા પ્રયત્નો થઇ રહ્યાં છે. શહેરી મહેસુલી જમીનો ઉપર વસુલાત નહીં કરવા ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ દ્વારા જાન્યુઆરી-૧૭માં આપેલ ચુકાદાની જાણી જોઇને અવગણના કરવામાં આવી રહ્યાનું જણાય છે.

આમ સામાન્ય પ્રશ્નને છેલ્લા ૧૫ વર્ષથી લટકતો રહેતા સોસાયટીના નગરજનોએ આગામી ચૂંટણી તથા આવનાર ચૂંટણીના કહેવાતા પવિત્ર લોકશાહીના એક દિનના સુલતાન નહીં બનવાનો સામુહિક દુ:ખદ નિર્ણય કર્યો હતો. જેથી પીડીત સમાજ ઉજાગર થાય તેમ નવજીવન સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું.

Post Comments