Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રતિબંધ છતાં સિહોરમાં પ્લાસ્ટીકના કપ અને જબલાનો બેફામ ઉપયોગ

- પાનના તેમજ ચાના વેપારી દ્વારા ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીક જોખમી : જવાબદારો બેજવાબદાર

સિહોર, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

સિહોર શહેરમાં પ્લાસ્ટીકના ઝબલા તેમજ હલકા પ્રકારના ચાના પ્લાસ્ટીક કપનો ઉપયોગ બેફામ ઉપયોગ કરી છડે ચોક નિયમો અને કાયદાનો ભંગ થતો હોવા છતાં તંત્ર નથી તેના પર પગલા ભરતું કે નથી આના ઉત્પાદકો પર પગલા ભરતું. ગણ્યા ગાંઠયા કેસ કરી ફરી હતા ત્યાંના ત્યાં. સરકાર તરફથી પ્લાસ્ટીકના હલકા પ્રકારના જબલા તથા હોટલોમાં વપરાતા પ્લાસ્ટીકના કપના કારણે કેન્સલ જેવા અનેક પ્રકારોનો રોગ થતાં હોવાના કારણે પ્રતિબંધ મુકેલ હોય અને આવી વસ્તુ વાપરનાર વેપારી અથવા હોટલ માલિકો સામે પગલા લઈ ધોરણસરની કાર્યવાહી કરવા દરેક લાગતા વળગતા તંત્રને સરકાર તરફથી હુકમો કરી જરૃરી સુચનાઓ આપેલ હોય

જેના અનુસંધાને તાજેતરમાં જ ભાવનગરમાં આવી ચીજવસ્તુ વાપરનાર વેપારીઓ તથા હોટલ માલિકો સામે કાર્યવાહી કરાઈ હતી ત્યારે સિહોર શહેરમાં મોટા ભાગના વેપારીઓ તથા હોટલના માલિકો બેફામ પ્લાસ્ટીકના જબલાઓ તથા ચાના પ્લાસ્ટીકના કપોનો ઉપયોગ થાય છે અને જાહેર રોડ ઉપર અડચણ રૃપ બને છે. છતાં સિહોર નગરપાલિકાના અધિકારીની મીઠી નજર જ છે કે સરકારના કાયદાની એસી તેસી થતી હોવા છતાં તંત્રને આનાથી દેખાતું કે સિહોર શહેરમાં પ્લાસ્ટીકના જબલા વાપરતા વેપારીઓ તથા ચા હોટલોમાં વપરાતા પ્લાસ્ટીકના કપો સામે સખત કાર્યવાહી કરી

આવા વપરાતા કપો બંદ કરાવા અને પુઠા કાગળના કપો વાપરવા ફરજિયાત અમલ કરાવવા માગ ઉઠવા પામી છે તે ઘણા પાનના ગલ્લાવાળા દેખાવ પુરતા માવાના કાગળ નિયમ મુજબ મુકે છે. બાકી પ્લાસ્ટીકનો ઉપયોગ જ થતો હોય છે. જે પ્લાસ્ટીક જાહેર ગટરોમાં ફસાઈ ગટરો ચોકપ કરવાનુ કામ કરે છે. તો આ પ્રવૃત્તિને અટકાવવા નાના વેપારીઓની સાથો સાથ પ્રોડકશન કરતા મોટા ઉદ્યોગોને પણ તોતીંગ ડંડના દાયરામાં આવરી લેવામાં આવે તે જરૃરી બન્યું છે.

Post Comments