Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંભવિત પાટણા તાલુકામાં મીઠાપર ગામને ભેળવવા સામેનો વિરોધ

- અત્યારે તાલુકા-જિલ્લાના કામો જે સહેલાઈથી થાય છે તેમાં સમય અને નાણાંનો બગાડ થશે

ભાવનગર, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

વલભીપુર તાલુકાના પાટણા ગામને તાલુકા મથક બનાવવાની હિલચાલ સામે ભાવનગર તાલુકાના મીઠાપર સેવા સહકારી મંડળના પ્રમુખે વિરોધ દર્શાવ્યો હતો. જો કે તેમનો વિરોધ પાટણાને તાલુકો બનાવાય તેની સામે નહિ પરંતુ તેમાં મીઠાપર ગામને ભેળવવાથી જે મુશ્કેલી ઉભી થશે તેનું બ્યાન કરી તેમાં ન ભેળવવા માગણી કરી હતી.

વલભીપુર તાલુકાના પાટણા ગામને તાલુકો બનાવવાની માંગ થાય છે અને આ તાલુકામાં ભાલ વિસ્તારના ભાવનગર તાલુકાના ગામોનો સમાવેશ કરવા રજુઆત થયેલ છે. જેમાં મીઠાપર ગામ પણ પાટણા તાલુકામાં સમાવેશ થાય તેવી રજુઆત થઈ હતી. આ બાબતે વિરોધ ઉઠયો હતો. તાલુકો અને જીલ્લો બન્ને ભાવનગર હોવાથી તાલુકા અને જીલ્લાના બન્ને કામો એક જ સેન્ટર હોવાથી સહેલાયથી થઈ શકે છે. જે સાનુકુળ રહે છે.

પાટણા તાલુકામાં મીઠાપર ગામને ભેળવવામાં આવે તો તાલુકાના કામ માટે મીઠાપરથી ૧૫ કિલોમીટર પાટણા જવાનું થાય અને ત્યાંથી ભાવનગર ૬૫ કીમી જવું પડે. જેથી મીઠાપરથી પાટણા અને પાટણા જવાનું થાય અને ત્યાંથી ભાવનગર ૬૫કીમી જવું પડે. જેથી મીઠાપરથી પાટણા અને પાટણાથી ભાવનગર જવામાં ઘણો બધો સમય જાય જેથી તાલુકા અને જીલ્લાના જે કામો સહેલાયથી એક દિવસમાં થાય છે તેના બદલે બે દિવસ થાય છે.

આ બાબતે સમય તથા ભાડાનો વ્યય થાય છે. પાટણાને તાલુકો બનાવવામાં આવે તેની સાથે વિરોધ નથી પરંતુ ગામ મીઠાપરને તેમાં ભેળવવામાં આવે તેની સાથે વિરોધ છે. તેથી મીઠાપર ગામને પાટણા તાલુકામાં ભેળવવામાં ન આવે તેવી માંગ મીઠાપર સેવા સહકારી મંડળીના પ્રમુખ હિંમતભાઈ ધામેલીયાએ કરી હતી.

Post Comments