Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ દિવસે જ બાવન ફોર્મનો થયેલો ઉપાડ

- ભાવનગર પશ્ચિમમાંથી સૌથી વધુ ૧૪ ફોર્મ

- બોટાદ જિલ્લામાં બે બેઠક માટે ૧૮ ફોર્મ ઉપડયા

ભાવનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે નામાંકન પત્ર ભરવાના પ્રથમ દિવસે ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે કુલ ૫૨ ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે બોટાદ જિલ્લાની બે બેઠકો માટે ૧૮ ફોર્મનો ઉપાડ થયો હતો.

વિધાનસભા ચૂંટણીમાં આજે જાહેરનામુ પ્રસિદ્ધ થયુ હતું. જાહેરનામુ પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારીપત્રો ભરવા માટેની પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે. જેમાં મહુવા, તળાજા તથા પાલિતાણા બેઠક પર આજે ૮-૮ ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે ગારિયાધાર બેઠક પર ૭ ફોર્મનો ઉપાડ થયો હતો.

ભાવનગર પૂર્વમાં ૫ ફોર્મ જ્યારે આજે જિલ્લાની ૭ બેઠકોમાંથી સૌથી વધુ ભાવનગર પશ્ચિમમાં ૧૪ ફોર્મ ઉપડયા હતાં. બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા બે વિધાનસભા સીટનો સમાવેશ થાય છે જેમાં બોટાદ બેઠક પર ૧૫ ફોર્મનો ઉપાડ થયો હતો. જ્યારે ગઢડા પેઠક પર એકપણ ફોર્મ ઉપડયુ નહોતુ.

Post Comments