Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બુધેલ ચોકડી નજીક ટ્રક ચાલક પર બે શખસનો જીવલેણ હુમલો

- મધ્ય રાત્રીનાં ટ્રકને આંતરી શખસોએ ચાલકને છરી અને ડિસમીસના અસંખ્ય ઘા મારી મરણતોલ ઈજા પહોંચાડી

ભાવનગર, તા.13 જૂન 2018, બુધવાર

ભાવનગર-તળાજા હાઈ-વે માર્ગ પર બુધેલ ચોકડી નજીક ગત મધ્ય રાત્રીનાં કોડીનારથી ગોધરા સીમેન્ટ ભરી જતા ટ્રકના ચાલકને આંતરી બે શખસોએ ટ્રકમાં ચડી જઈ જીવલેણ હુમલો કરી છરી અને ડિસમીસના મરણતોલ ઘા મારતા ટ્રક ચાલકને સારવારમાં ખસેડવામાં આવેલ. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર કોડીનાર તાલુકાના પીપળી ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વજેસંગભાઈ નરશીભાઈ ગોહિલએ વરતેજ પોલીસ મથકમાં બે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી કે મુળ ઉત્તરપ્રદેશના બાબુગંજના વતની અને હાલ કોડીનારની અંબુજા નગરમાં રહેતા મિરાજઅલી લતીફઅલી શેખ (ઉ.વ.૩૦) ટ્રક નંબર જી.જે. ૧૧ ઝેડ ૮૧૫૦ લઈ કોડીનારથી સીમેન્ટ ભરી ગોધરા જઈ રહ્યા હતા તે વેળાએ ભાવનગર-તળાજા હાઈવે માર્ગ પર બુધેલ ચોકડી નજીક મધ્યરાત્રીનાં ૧.૨૦ કલાકના સુમારે અજામ્યા બે શખસોએ તેઓને આંતરી ટ્રકમાં ચડી જઈ કોઈ અગમ્ય કારણસર મિરાજઅલી પર હુમલો કરી છરી અને ડિસમીસના ધડાધડ ઘા મારી દઈ જીવલેણ ઈજા પહોંચાડીનાસી છુટયા હતા.

ઘટનાની જાણ થતા વરતેજ પી.એસ.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો જ્યારે ટ્રક ચાલક મીરાજઅલીને ગંભીર હાલતે અત્રેની સર ટી. હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. બનાવ લુંટના ઈરાદે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના અનુસંધાને વરતેજ પોલીસે આઈ.પી.સી. ૩૦૭ તળે ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.

Post Comments