Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધુમ્રપાનની આદત છોડી દેવાથી ફેફસાને નુકસાન થતું અટકાવી શકાય

- આજે વિશ્વ ધૂમ્રશ્વાસ દિવસ

- વિશ્વમાં આશરે સાડા છ કરોડ લોકો આ બિમારીથી પીડાય છે

ભાવનગર, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

નવેમ્બર માસનો ત્રીજો બુધવાર 'વિશ્વ ધુમ્રશ્વાસ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ડબલ્યુ.એચ.ઓ. (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અને જી.ઓ.એલ.ડી. સંસ્થા (ગ્લોબલ ઇનીશીએટીવ ફોર ઓબસ્ટ્રક્ટીવ લંગ ડીસીઝ) દ્વારા સંયુક્તપણે આ ઉજવણી કરવામાં આવે છે. લોકોમાં આ રોગ વિશે જાગૃતિ કેળવાય અને દર્દીઓને સમયસર નિદાન તેમજ સારવાર મળી શકે એ આ ઉજવણીનો મુખ્ય હેતુ છે.

સમગ્ર વિશ્વમાં આશરે ૬.૫ કરોડ લોકો આ બિમારીથી પીડાય છે. સી.ઓ.પી.ડી. (ધુમ્રશ્વાસ) એ ગંભીર રોગ છે. જેમાં ફેફસામાં હવાના પરિવહનના માર્ગમાં અવરોધ આવે છે. સમય વિતવાની સાથે આ સમસ્યા વકરે છે. આ બિમારીમાં બે પ્રકાર ફેફસામાં નુકશાન થાય છે. જેમાંનો એક પ્રકાર એટલે બ્રોકન્કાઇટીસ (હવાનું પરીવહન કરતી નળીઓમાં બળતરા અને સોજો આવવો) તથા બીજો પ્રકાર એમ્ફીસીમા (વાયુકોષોની દિવાલ નબળી પડવી અને તેમનું ફુલી જવુ) કફ સાથે ઉધરસ ચડવી, શ્વાસ લેવામાં તકલીફ થવી એ આ બિમારીના મુખ્ય લક્ષણો છે.

સમયસર નિદાન ન કરવામાં આવે તો સમય વિતવાની સાથે બિમારી ગંભીર સ્વરૃપ ધારણ કરે છે. ધુમ્રપાનની આદત એ આ બિમારીનું મુખ્ય કારણ છે એ ઉપરાંત ચુલાના બળતણના ધુમાડો, વાયુ પ્રદુષણ અને ઔદ્યોગિક પ્રદુષણ દ્વારા પણ આ બિમારી થઇ શકે છે. ધુમ્રપાનની આદત છોડવાથી ફેફસાને વધારે નુકશાન થતુ અટકાવી શકાય છે.

Post Comments