Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાલે થનારૃ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાંય દેખાશે નહિ

- દક્ષિણ અમેરિકા, પેસેફિક મહાસાગર તથા એટ્લાંટિક મહાસાગરમાં દેખાશે

ભાવનગર, તા.13 ફેબ્રુઆરી 2018, મંગળવાર

દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં ગુરૃવાર-શુક્રવાર તા.૧૫-૧૬ ફેબુ્રઆરીએ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં ગુરૃવારની મોડી રાત હોય કોઇપણ સ્થળે ગ્રહણનો નજારો જોઇ શકાશે નહિ. ખગોળ વૈજ્ઞાાનિકોએ દક્ષિણ અમેરિકામાં માનવ કલ્યાણી સંશોધનો માટે પડાવ નાખી દીધો છે.

સવંત ૨૦૭૪ માઘ કૃષ્ણપક્ષ અમાસને ગુરૃવાર તા.૧૫મી ફેબુ્રઆરી કુંભ રાશિ અને ઘનિષ્ઠા નક્ષત્રમાં થનારૃ ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, પેસેફિક મહાસાગર, એટલાંટિક મહાસાગર, એન્ટાર્કટિકામાં અદ્દભૂત અવકાશી નજારો જોવા મળવાનો છે. ભૂમંડલે ખગોળીય ચમત્કૃતિ ભારતીય સમયાનુસાર ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૨૪ કલાક ૨૫ મિનિટ ૪૪ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૨૬ કલાક ૨૧ મિનિટ ૧૨ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૨૮ કલાક ૧૬ મિનિટ ૫૬ સેકન્ડ, ગ્રહણ ગ્રાસમાન : ૦.૫૯૯, વિદેશમાં આશરે ૪ કલાકનું ગ્રહણનો નજારો જોવા મળશે.

આ વર્ષનું પહેલુ ખંડગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી નજારો જોવામાં ભારતના લોકો વંચિત રહેવાના છે. ભારતમાં મોડી રાતથી વહેલી પરોઢ સુધીમાં ગ્રહણ સમાપ્ત થવાનું હોય લોકો જોઇ શકશે નહિ. ગ્રહણનો નજારો નિહાળવા તથા માનવ કલ્યાણકારી સંશોધનો માટે વૈજ્ઞાાનિકોએ દક્ષિણ અમેરિકામાં આખરી પડાવ નાખી દીધો છે. વિજ્ઞાાનના ઉપકરણોથી પૃથ્વીની સજીવ સૃષ્ટિ ઉપર ગ્રહણના પ્રભાવની કેટલી અસરો પડે છે તે જાણવા સતત પ્રયત્નશીલ હોય છે. વૈજ્ઞાાનિકોએ અવકાશી સૂર્ય તારાનું આયુષ્ય પણ નક્કી કરી દીધુ છે. સદીઓ પછી સૂર્યનો વિકલ્પ શોધવાના પ્રયત્નો આદર્યા છે.

Post Comments